Today Petrol Diesel Price: ઈન્ડિયન ઓઈલ, BPCL અને HPCL દ્વારા મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price)માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને કિંમતો સ્થિર રહી છે. રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Today Petrol Diesel Price)માં છેલ્લો ફેરફાર મે 2022ના રોજ થયો હતો. તે સમયે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી.
ગુજરાતના મુખ્ય શહેરોમાં Petrol Diesel ના ભાવ
અમદાવાદ 91.96 રૂપિયા પ્રતિ લીટર
ભાવનગર 93.59 રૂપિયા પ્રતિ લીટર
સુરત 92.19 પિયા પ્રતિ લીટર
રાજકોટ 92.03 રૂપિયા પ્રતિ લીટર
મહેસાણા 92.48 રૂપિયા પ્રતિ લીટર
અમરેલી 92.81 રૂપિયા પ્રતિ લીટર
દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લિટર અને એક લિટર ડીઝલ 94.27 રૂપિયામાં ઉપલબ્ધ છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લિટર છે.
જાણો ક્યાં છે સૌથી મોંઘુ Petrol Diesel
રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
જાણો ક્યાં છે સૌથી સસ્તું Petrol Diesel
પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.
16 રાજ્યોમાં પેટ્રોલ 100 થી ઉપર
દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. જ્યારે ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડીઝલ પણ 100 રૂપિયાથી ઉપર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.