16 વર્ષીય દીકરીને આ દેશની સરકારે બનાવી દીધી વડાપ્રધાન – વિડીયો થયો વાયરલ

ગ્લોબલ વોર્મિંગ તથા માનવાધિકારોના મુદ્દા પર સક્રિયરૂપથી અભિયાન ચલાવનાર માત્ર 16 વર્ષીય એક છોકરીને એક દિવસ માટે ફિનલેન્ડની PM બનાવવામાં આવી હતી. મળેલ જાણકારી પ્રમાણે…

ગ્લોબલ વોર્મિંગ તથા માનવાધિકારોના મુદ્દા પર સક્રિયરૂપથી અભિયાન ચલાવનાર માત્ર 16 વર્ષીય એક છોકરીને એક દિવસ માટે ફિનલેન્ડની PM બનાવવામાં આવી હતી. મળેલ જાણકારી પ્રમાણે દેશમાં જાતિય ભેદભાવ ખતમ કરવા માટે એક અભિયાનના ભાગ સ્વરૂપે આ ટીનએજ છોકરીને સન્માન આપવામાં આવ્યું હતું.

ફિનલેન્ડના PM મારિને માત્ર 1 દિવસ માટે પોતાનું પદ આ છોકરી જેનું નામ એવા મુર્તો છે એને આપવામાં આવ્યું હતું. આ એક દિવસમાં મુર્તો રાજનેતાઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી તથા ટેક્નોલોજીમાં સ્ત્રીઓના અધિકારો પર વાત કરી હતી.

માનવતાવાદી સંગઠન પ્લાન ઈન્ટરનેશનલની ગર્લ્સ ટેકઓવર પહેલમાં ફિનલેન્ડની ભાગીદારીનું આ ચોથું વર્ષ છે. આ સંગઠન સમગ્ર દુનિયાના દેશોમાં કિશોર-કિશોરીઓને માત્ર 1 દિવસ માટે નેતાઓ તથા બીજા  ક્ષેત્રના પ્રમુખની ભૂમિકા ભજવવાની મંજુરી આપે છે. આ વર્ષે સંગઠનનું જોર છોકરીઓ માટે ડિજીટલ કૌશલ તથા ટેક્નીકલ તકને વધારો આપવા પર છે.

એક સ્પીચમાં મુર્તોએ જણાવતા કહ્યું હતું કે, આજે તમારી સામે બોલવામાં મને ખુબ આનંદ થઈ રહ્યો છે પરંતુ આની સાથે જ મને એ વિચાર પણ આવે છે કે, મારે અહીં ઊભું ન રહેવું પડે તથા છોકરીઓ માટે ચલાવવામાં આવી રહેલ ટેકઓવર જેવા અભિયાનોની જરૂર ન પડે તો કેટલું સારું.

તેણે જણાવતા કહ્યું હતું કે, આપણે હજુ સુધી ધરતી પર સંપૂર્ણ રીતે લિંગ સમાનતા હાંસલ કરી નથી. જ્યારે આપણે આ ક્ષેત્રમાં ખુબ સારું કામ કર્યું છે પરંતુ હજુ પણ ઘણું કરવાનું બાકી છે. મળેલ જાણકારી પ્રમાણે વિશ્વમાં સૌથી ઓછી ઉંમરના PM તરીકે ફક્ત 34 વર્ષીય શપથ લેનાર મારિનએ જોર આપીને જણાવતા કહ્યું છે કે, ટેક્નોલોજીની બધા લોકો માટે સુલભતા સુનિશ્ચીત કરવું ખુબ જરૂરી છે.

આપને જણાવી દઈએ કે, મારિન ફિનલેન્ડની ત્રીજી મહિલા PM છે અને બીજી કુલ 4 પાર્ટીઓની સાથે કેન્દ્રમાં ગઠબંધનનું નેતૃત્વ કરે છે. આ ચારેય પાર્ટીઓની અધ્યક્ષ મહિલાઓ જ છે તથા 4 માંથી કુલ 3 પાર્ટીના અધ્યક્ષ મહિલાઓની ઉંમર 35 વર્ષથી ઓછી છે.

વિશ્વમાં સ્ત્રીઓના હકને લઈ કેટલાક કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહિલાઓને સમાન હક અપાવવા માટેના કામ કરવામાં આવે છે. આની સિવાય નોકરીથી લઈને તમામ ક્ષેત્રમાં મહિલાઓના સમાન હક માટેના કાયદા બનાવવા અંગે પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *