જુલાઈમાં મેઘરાજાની જમાવટ! 24 કલાકમાં 169 તાલુકામાં મન મુકીને વરસ્યો વરસાદ- જાણો સૌથી વધુ ક્યાં પડ્યો?

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લાં એક-બે દિવસથી સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં વરસાદ(Rain) મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથ(Gir Somnath)ના કોડીનાર(Kodinar)માં 7.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઇ ગયું છે.

સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ:
ગુજરાતમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય ગઈ છે. જ્યારે સૂત્રાપાડામાં 6.25 ઇંચ વરસાદ, વેરાવળમાં 5.25 ઇંચ વરસાદ, માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ, હળવદમાં 2.25 ઇંચ વરસાદ, ધરમપુરમાં 2.25 ઇંચ વરસાદ, પારડીમાં 2.25 ઇંચ વરસાદ, ભૂજમાં 2.25 ઇંચ વરસાદ અને વલસાડમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે હાંસોટમાં 2 ઇંચ વરસાદ, માળિયામાં 2 ઈંચ વરસાદ, ચિખલીમાં 2 ઈંચ વરસાદ, વાપીમાં પોણા 2 ઈંચ વરસાદ, કેશોદમાં 1.5 ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં 1.5 ઈંચ વરસાદ, ખેરગામમાં 1.5 ઈંચ વરસાદ, ધોલેરામાં 1.5 ઈંચ વરસાદ, વાંસદામાં 1.5 ઈંચ વરસાદ અને મહુવામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આગામી 5 દિવસ એટલે 12 જુલાઈ સુધી હજુ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જામશે. ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના લીધે રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં NDRFની કુલ 9 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

ગુજરાતના સોમનાથમાં 1, નવસારીમાં 1, બનાસકાંઠામાં 1 ટીમ ખડકી દેવામાં આવી છે. તો બીજી તરફ વલસાડમાં પણ 1 અને સુરતમાં 1 ભાવનગરમાં 1, કચ્છમાં 1 NDRFની ટીમ ઉભી કરી દેવામાં આવી છે. જયારે રાજકોટમાં 2 NDRFની ટીમ ખડકી દેવામાં આવી છે. જ્યારે પોરબંદરમાં 1 SDRFની 1 ટીમ ખડકી દેવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ જામશે. જેમાં મોટા ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 11 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *