હિન્દુત્વવાદી મોદી સરકારે અરવિંદ કેજરીવાલ પાસે માંગી મંદિરો તોડવાની મંજૂરી- જાણો દિલ્હી સરકારનો જવાબ

દિલ્હી(Delhi)ની આમ આદમી પાર્ટી(AAP)એ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. AAP નેતા સંજય સિંહે(Sanjay Singh) દાવો કર્યો છે કે, ભાજપ સરકાર(BJP government) દિલ્હીમાં મંદિર…

દિલ્હી(Delhi)ની આમ આદમી પાર્ટી(AAP)એ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. AAP નેતા સંજય સિંહે(Sanjay Singh) દાવો કર્યો છે કે, ભાજપ સરકાર(BJP government) દિલ્હીમાં મંદિર તોડવાનું ષડયંત્ર કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ દેશભરમાં ધર્મના નામે નાટક કરે છે, નફરત ફેલાવે છે, પરંતુ દિલ્હીમાં મંદિર તોડવા જઈ રહી છે.

સંજય સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે હું ખુલાસો કરી રહ્યો છું કે ભાજપ કઈ રીતે દિલ્હીમાં મંદિર તોડવાની યોજના બનાવી રહ્યું છે. ભાજપ સરકાર દિલ્હીમાં 53 મંદિરોને તોડવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારની ધાર્મિક સમિતિને પત્ર લખીને કહ્યું છે કે અમને 53 મંદિરો તોડવા માટે પરવાનગીની જરૂર છે.

સંજય સિંહે કહ્યું કે, સરકારે જે મંદિરોને તોડવાની મંજૂરી માંગી છે તેમાં શ્રી રામનું પ્રાચીન મંદિર, કૃષ્ણ મંદિર, દુર્ગા મંદિર, મહાદેવ મંદિર, સાંઈ બાબા મંદિર અને ગુરુદ્વારા પણ છે. ભાજપ કુલ 53 મંદિરોનો નાશ કરવા જઈ રહી છે.

સંજય સિંહે કહ્યું કે, બીજેપી દેશભરમાં ધર્મના નામ પર નાટક કરે છે અને દિલ્હીમાં 53 મંદિરોને તોડી પાડવા જઈ રહ્યા છે, જ્યાં AAP સત્તામાં છે. આજે હું નરેન્દ્ર મોદી, આદેશ ગુપ્તા અને સમગ્ર ભાજપને દેશની સામે ઉજાગર કરી રહ્યો છું. તે કેટલા મોટા હિંદુ વિરોધી છે તેના કાગળો પુરાવા છે. અમારી સરકારને હમણાં જ પત્ર આવ્યો છે, સરકાર તેના પર નિર્ણય લેશે.

તેમણે ભાજપને “પાખંડીઓ” ની પાર્ટી ગણાવી હતી અને માંગ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના દિલ્હી એકમના અધ્યક્ષ આદેશ ગુપ્તા 53 મંદિરોને તોડી પાડવાના પગલા માટે લોકોની માફી માંગે.

આ 53 મંદિરોનો ઉલ્લેખ કરતા AAP સાંસદે કહ્યું કે તેમાંથી 19 કસ્તુરબા નગરમાં, 10 નેતાજી નગરમાં, આઠ સરોજિની નગરમાં, સાત શ્રીનિવાસપુરીમાં, પાંચ ત્યાગરાજ નગરમાં, ત્રણ નૌરોજી નગરમાં અને એક મોહમ્મદપુર વિસ્તારમાં આવેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *