Cataract Operation in Ahmedabad: અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન(Cataract Operation in Ahmedabad) બાદ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને આડઅસર થયાના સમાચાર સામે આવ્યા છે. ઓપરેશન બાદ 17થી વઘુ દર્દીઓને દેખાતું બંધ થઈ જતાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
103 લોકોનાં ઓપરેશન થયા
આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગનાં અધિક નિયામક ર્ડા. નિલમ પટેલે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માંડલ ખાતે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં તમામ લોકોની સારવાર થઈ હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. કુલ 103 લોકોનાં ઓપરેશન થયા હતા. 3 તારીખ પછીનાં ઓપરેશન અંગે ચકાસણી કરીશું. અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. તેમજ નવી સુચના ન મળે ત્યાં સુધી માંડલની હોસ્પિટલમાં ઓપરેશન નહી થાય તેમ જણાવ્યું હતુ.
3 તારીખ પછીનાં ઓપરેશન અંગેની ચકાસણી થશે
આ ઘટના વિશે સિવિલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. સ્વાતિ રવાણીએ કહ્યું કે, દર્દીના 10 તારીખે આંખોના મોતીયાના ઓપરેશન માંડલમાં થયા હતા. તેમાંથી ઘણા લોકોને દેખાતું ન હોવાની ફરિયાદો સામે આવી હતી. દર્દીઓને અંધાપાની અસર થતા તમામને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ગતરોજ અમે તબીબો અને અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી છે. તેમજ અન્ય 12 દર્દીઓને પણ ત્યાં સારવાર માટે દાખલ કરાયા છે. અંધાપાનું કારણ કોઈ રીતે ઈન્ફેક્શન પણ હોઈ શકે છે. 3 તારીખ પછીનાં તમામ ઓપરેશનની ચકાસણી કરવામાં આવશે.
ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકાઃ જીલ્લા આરોગ્ય અધિકારી
અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 15 દર્દીઓને આંખનું ઓપરેશન કરાવવું ભારે પડ્યું છે. ઓપરેશન બાદ દર્દીઓની એક આંખને અસર થઈ છે. 3 મહિલાઓ અને 2 પુરૂષોને હાલ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓપરેશન બાદ આંખામાં ટીપા નાખવાથી આંખને અસર થયાની આશંકા છે.
પરિવારજનોનો ડોક્ટરની બેદરકારીનો આરોપ
દર્દીઓના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી ઈન્ફેક્શન થયું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે હાલ જિલ્લા આરોગ્ય અધિકારી તપાસ કરી રહ્યા છે. તપાસની એક ટીમ માંડલ ગામ ખાતે રવાના કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube