હાલમાં રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. એક બાજુ રાત્રિ કરફ્યૂ તેમજ બીજી બાજુ શિયાળાની ઠંડીનો લાભ લઇને તસ્કરોએ મોડી રાત્રે વડોદરાના બાજવા-કોયલી રોડ ઉપર આતંક મચાવ્યો હતો. તસ્કરો માત્ર એક કલાકમાં બાજવા-કોયલી રોડ પર આવેલ સાગર રેસિકમ પ્લાઝામાં રેડીમેઇડ કપડાના કુલ 2 શો રૂમ સહિત 17 દુકાનોના તાળાં તોડ્યા હતાં.
આની સાથે જ રોકડ તથા સામાન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. તસ્કરોએ એક પાન કોર્નરમાંથી કુલ 1 લાખ રૂપિયાની સિગારેટ પણ ચોરી કરી ગયા હતા. જેને કારણે પોલીસ પણ આશ્વર્યચકિત થઈ ગઈ છે તેમજ તપાસ કરવામાં આવી રહી છે.
કુલ 17 જેટલી દુકાનોના તાળાં તૂટ્યા :
વડોદરા બાજવા-કોયલી રોડ પર પાંચ મજલી સાગર રેસીકમ પ્લાઝા નામનું કોમ્પ્લેક્સની કુલ 7 દુકાનો ધરાવતો રજવાડા રેડિમેઇડ કપડાંનો ભવ્ય શો રૂમ, કુલ 5 દુકાનો ધરાવતો રેડીમેઇડ કપડાનો ફેશન પોઇન્ટ નામનો શો રૂમ, પ્રોજેક્ટ હાર્ડવેર, ગુરૂકૃપા પાન કોર્નરની ઉપરાંત ઇલેકટ્રોનિક્સ સહિત વિવિધ ચીજવસ્તુઓનાં વ્યવસાયની દુકાનો આવેલ છે.
રાત્રિ કરફ્યૂ તથા શિયાળાની ઠંડીનો લાભ લઇને તસ્કરોએ મોડી રાત્રે 1 વાગ્યે કોમ્પ્લેક્ષની દુકાનોને નિશાન બનાવી હતી. ત્યારપછી તબક્કાવાર માત્ર 1 કલાકના સમયમાં કોમ્પ્લેક્સમાં જ આવેલ કુલ 17 જેટલી દુકાનોના તાળાં તોડ્યા હતા. ચોરોએ દુકાનોમાંથી રોકડ તથા સામાનની ચોરી કરી ગયા હતા.
ગૃરૂકૃપા પાન કોર્નરમાંથી કુલ 1 લાખ કિંમતની સિગારેટની ચોરી કરી ગયાં હતાં. સવારમાં દુકાનો ખોલવા માટે આવેલ માલિકોને કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની જાણ થતાંની સાથે જ ચોંકી ઉઠ્યા હતા. સાગર કોમ્પ્લેક્સમાં ચોરી થઇ હોવાની વાત વાયુવેગે પ્રસરતાં સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ જવાહરનગર પોલીસને થતાં પોલીસ પહોંચી ગઈ હતી.
પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા :
પોલીસની પ્રાથમિક તપાસમાં તેમજ કોમ્પ્લેક્સમાં લાગેલ CCTV ફૂટેજની તપાસમાં તસ્કરો મન્કી ટોપી, હેન્ડ ગ્લોઝ પહેરીને ત્રાટક્યા હતા. તસ્કરો સરદારજી હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાજવામાં એકસાથે કુલ 17 જેટલી દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ તેમજ સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
લોકોનો રોષ ભભૂક્યો :
લોકોએ કહ્યું હતું કે, પોલીસ તંત્રનું રાત્રિ પેટ્રોલીંગ કાગળ પર જ ચાલી રહ્યું છે. પોલીસ તંત્રને ફક્ત સામાન્ય લોકોને ખોટી રીતે હેરાન કરવામાં તેમજ દંડની વસૂલાત કરવામાં જ રસ રહેલો છે. આની સાથે જ દારુ-જુગારના ધંધા કરનારને શોધીને તેઓની પાસે પૈસા પડાવવામાં જ રસ છે.
બાજવામાં મોડી રાત્રે બનેલ ચોરીની ઘટનાને કારણે હાહાકાર મચાવી મૂક્યો છે. બીજી તરફ આ ઘટના અંગે જવાહરનગર પોલીસ દ્વારા વેપારીઓની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગસ્ક્વોડ તથા ફીંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle