જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીનું માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ફરી વળ્યો શોકનો માહોલ

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં આવેલ ડીસાના પ્રખ્યાત જીવદયાપ્રેમીનું રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની ઘટનામાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

અકસ્માતની ઘટનામાં એકસાથે કુલ 3 લોકોના મોત થયા હોવાંનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાંની સાથે જ ડીસા સહિત પાંજરાપોળ સંચાલકો તથા જીવદયાપ્રેમીઓમાં મજબૂત સાથી ગુમાવ્યો હોવાની ખોટ પડી છે. હાલમાં પાંજરાપોળ માટે લડત ચલાવ્યાંને ગણતરીના દિવસોમાં ભરત કોઠારીનું મોત નિપજતાં શોકમગ્ન સ્થિતિ બની ગઈ છે.

બનાસકાંઠા જીલ્લામાં આવેલ ડીસા તાલુકાની રાજપુર પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીનું અકસ્માતની ઘટનામાં મોત નીપજ્યું છે. જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી, વિમલભાઇ જૈન તથા રાકેશભાઇ જૈનને રાજસ્થાનના જાલોર નજીક અકસ્માત નડ્યો હતો.

માર્ગ દુર્ઘટનામાં જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારી સહિત કુલ 3 વ્યક્તિના મોત થતાં હાહાકાર મચી જવાં પામ્યો છે. પાંજરાપોળ સંચાલકોના આગેવાન તેમજ બનાસકાંઠાના પ્રથમ હરોળના જીવદયાપ્રેમી ભરતભાઇ કોઠારીના મોતથી શોકનો માહોલ ફરી વળ્યો છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે મૃતક ભરતભાઇ કોઠારીએ હાલમાં પાંજરાપોળ સંચાલકોની મુશ્કેલી અંગે આંદોલન સહિત લડત ચલાવી હતી. રાજ્ય સરકાર સમક્ષ પાંજરાપોળની વેદના અંગે ભરત કોઠારીએ વાચા આપી હતી. જો કે, તેના ગણતરીના દિવસોમાં મોત નિપજતાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતની પાંજરાપોળ, ગૌશાળા તથા ગૌરક્ષક સંસ્થાઓને મોટી ખોટ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *