સુરત(Surat): શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ડુમસ(Dumas)ના દરિયા(Dumas Beach)માં 17 વર્ષીય કિશોરીનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, કિશોરી માતા-પિતા સાથે ડુમસના દરિયા કિનારે ફરવા માટે આવી હતી. ડુમસના દરિયામાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.
પૂનમની ભરતીના લીધે પાણી વધુ હોવાને કારણે રોશની સોલંકી નામની કિશોરી પાણીના વહેણમાં ખેંચાઈ ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. હરવા ફરવા આવેલી દીકરીને ક્યાં ખબર હતી કે, અચાનક જ તેને મોત મળશે. દીકરી ડૂબી જવાને કારને માતા-પિતા પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક પોલીસ અને તરવૈયાએ દીકરીને બચાવવાની કોશિશ કરી પણ બચાવી શકવામાં સફળ રહ્યા ન હતા. ડુમસ પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગેની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડુમસના દરિયા કિનારે પાણી વધુ હોવાને કારણે માતા-પિતાએ 17 વર્ષીય દીકરીને ગુમાવી છે. વધારે પડતા પાણીને લીધે દીકરી વહેણમાં તણાઈ ગઈ અને ત્યારબાદ ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.