હાર્દિકે જોરોશોરોથી કર્યા ભાજપના વખાણ, જુઓ પત્રમાં શું લખ્યું?

ગુજરાતમાં નજીક આવી રહેલી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ પણ કોંગ્રેસનો પંજો છોડીને કોઈ પણ સમયે ભાજપનું કમળ હાથમાં લઇ શકે છે.

જણાવી દઈએ તમને કે, ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતમાં પકડતા ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના નેતાઓના વિરોધાભાષી નિવેદનો સામે આવ્યા છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ ડ્રગ્સ મુદ્દે ભાજપને જાહેરમાં ભાંડવામાં કઈ બાકી નથી રાખતી ત્યારે હાર્દિક પટેલના નિવેદનથી ગરમાવો પેદા થયો છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતની અજેન્સીઓના વખાણ કર્યા હતા તેમની કામગીરીને બિરદાવી હતી અને યુવાનોને પણ ડ્રગ્સથી સાવધ રેહવા જણાવ્યું હતું અને કહ્યું હતુ કે ડ્રગ્સ મુક્તિથી સપનાના ભારતનું નિર્માણ વધારે ઝડપથી થશે. કોંગ્રેસના નેતાઓના આક્ષેપ છે કે ભાજપ સરકાર યુવાનોને નશાના રવાડે ચડાવે છે, તો હાર્દિક કહે છે કે, પોલીસ યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવે છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આગાઉ પણ ભાજપના વખાણ કરી ચૂક્યા છે હવે ગુજરાતના અધિકારીઓના વખાણ કર્યા છે. નોંધનીય વાત એ છે કે હાર્દિક પટેલે યુવાનો માટે લખેલા જાહેર પત્રમાં કોગ્રેસનો ઉલ્લેખ જ નથી. આ પત્ર કોંગ્રેસના લેટરપેડ પર પણ નથી લખ્યો અને ક્યાંય પોતાના હોદ્દાનો પણ ઉલ્લેખ નથી કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *