કેરળના માલપ્પુરમથી સગીરા સાથે બળાત્કારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી છેલ્લા 4 વર્ષમાં 17 વર્ષીય સગીરા સાથે કુલ 38 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. સગીરે આ ખુલાસો પોતે કર્યો હતો, ત્યારબાદ આ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
તમને જણાવી દઇએ કે, કેરળના મલપ્પુરમમાં બળાત્કારનો આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બાળકીને નિર્ભયા સેન્ટરમાં કાઉન્સિલ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પીડિતાએ તેની સાથે બનેલી ઘૃણાસ્પદ ઘટનાનો ખુલાસો કર્યો હતો.
પીડિતાના કહેવા મુજબ, 2016માં જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે હેવાને તેની સાથે પહેલીવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ એક વર્ષ પછી તેની પર બીજી વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ હેવાનિયતની આ શ્રેણી સતત 4 વર્ષ સુધી ચાલુ રહી.
આ બળાત્કારના કેસમાં તે વિસ્તારના ઇન્સ્પેક્ટર મોહમ્મદ હનીફે જણાવ્યું હતું કે, બાળકી ઘરેથી નીકળીને ગાયબ થઇ ગઈ હતી. ત્યારબાદ ગયા વર્ષે ડિસેમ્બરમાં તે કેરળના પલક્કડમાંથી મળી આવી હતી. મોહમ્મદ હનીફે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે નિર્ભયા કેન્દ્રમાં પીડિત બાળકની સલાહ આપવામાં આવી હતી. યુવતીએ જણાવ્યું કે, કેવી રીતે છેલ્લા 4 વર્ષ દરમિયાન 38 લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના પર અત્યાચાર ગુજાર્યો હતો.
પીડિતાની ફરિયાદના આધારે તમામ આરોપીઓને ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કેરળ પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle