સુરતમાં લુખ્ખા તત્વોની ખુલ્લેઆમ દાદાગીરી આવી સામે, હોટલ માલિક પર હુમલો કરી 18 હજાર રોકડ લુંટ્યા

આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી ચલાવતા હોય તેવા ઘણા વિડીયો વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે સુરત કામરેજની વિજય હોટલના માલિક પર હુમલો કરી રોકડ રૂપિયા…

આજકાલ અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી ચલાવતા હોય તેવા ઘણા વિડીયો વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે સુરત કામરેજની વિજય હોટલના માલિક પર હુમલો કરી રોકડ રૂપિયા 18 હજારથી વધુની લૂંટ ચલાવાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાકો ભરવાડ નામના વ્યક્તિએ પોતાના 4-5 સાગરીતો દ્વારા રૂપિયાની માગણી કરી હુમલો કર્યો હોવાનું CCTVમાં કેદ થઈ ગયુ છે.

આ અંગે વિજય હોટલના માલિક ચતુભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેથી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દર મહિને હપ્તા પેટે રૂપિયાની માગણી કરાઈ રહી હોવાનો ચતુરભાઈએ આક્ષેપ કર્યો છે. ચતુરભાઈ ચોવટીયાએ જણાવ્યું કે, અમે વિજય હોટલના માલિક છીએ અને વર્ષોથી હોટેલ-રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ.

તેમણે જણાવ્યું કે, 27 તારીખે રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યાના અરસામાં કેટલાક અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટમાં ધમાલ મચાવી રૂપિયાની માગણી કરી હતી. આ અંગે માથાકૂટ થતા માથાભારે ઈસમોએ હુમલો કરી હોટેલના ગલ્લામાંથી 18750ની લૂંટ ચલાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

ચતુરભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સાકો ભરવાડ નામનો માથાભારે ઈસમ દર મહિને 25000ની માંગ કરે છે. આ ઉપરાંત રૂપિયા ન આપનારને જાહેરમાં મારી પોતાની ધાક ઉભી કરી રહ્યો છે. જેને લઈ લગભગ આજુબાજુના તમામ વેપારીઓ તેનાથી ત્રાસી ગયા છે. આ બાબતે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં સાકો ભરવાડ અને અન્ય 4-5 ઈસમો વિરોધમાં અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *