દિલ્હીમાં ખુલેઆમ 17 વર્ષની સગીરા પર એસીડ ફેંકી ફરાર થયા નરાધમો- જાણો આ ઘટના અંગે અરવિંદ કેજરીવાલે શું કહ્યું?

દિલ્હી(Delhi): અવાર નવાર દુષ્કર્મ(misdemeanor), હત્યા(Murder) તેમજ એસિડ(acid) ફેંકવાની ઘટનાઓ સામે આવતી જ છે. ત્યારે દેશમાં દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે જણાઈ રહ્યું નથી. આવી વધુ…

દિલ્હી(Delhi): અવાર નવાર દુષ્કર્મ(misdemeanor), હત્યા(Murder) તેમજ એસિડ(acid) ફેંકવાની ઘટનાઓ સામે આવતી જ છે. ત્યારે દેશમાં દીકરીઓ ક્યારે સુરક્ષિત થશે તે જણાઈ રહ્યું નથી. આવી વધુ એક ઘટના હાલ દિલ્હીના દ્વારકા (Dwarka)માંથી સામે આવી છે. જેમાં બાઇકસવાર બે યુવકે એક શાળાની વિદ્યાર્થિની પર એસિડ દ્વારા હુમલો કર્યો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ આ કેસમાં પોલીસે એક શકમંદની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આજે એટલે કે બુધવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ 17 વર્ષીય વિદ્યાર્થિનીતેની નાની બહેન સાથે ઊભી હતી. આ દરમિયાન મોહન ગાર્ડન પાસે બાઇકસવાર બે યુવકો દ્વારા આ 17 વર્ષીય વિદ્યાર્થીની પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. જેને પગલે વિદ્યાર્થીનીની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેથી તેને તાત્કાલિક પણે સફદરગંજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા દિલ્હી પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે. જેમાં વિદ્યાર્થિનીએ શંકા વ્યક્ત કરેલ બે છોકરામાંથી એક શકમંદની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બે યુવક બાઇક પર આવે છે અને વિદ્યાર્થિની પર એસિડ ફેંકે છે. બંને યુવકે મોઢાં ઢાંકેલાં હતાં. આ પછી બંને બાઇક પર ફરાર થઇ ગયા હતા. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પિતાએ કહ્યું- દીકરીની હાલત ગંભીર છે:
આ અંગે વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું છે કે, હાલ દીકરીની હાલત ગંભીર છે. મારી દીકરીઓ એકસાથે ઘરથી બહાર નીકળી હતી. તે સમયે આ ઘટના બની હતી. તેમજ એસિડ ફેંકનારા બંને આરોપીનાં મોઢાં ઢાંકેલાં હતાં. જેથી પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

મહિલા આયોગે સરકારને નોટિસ પાઠવી:
આ સાથે જ દિલ્હી મહિલા આયોગ (DCW) દ્વારા પણ પોલીસને નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ DCW ચીફ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું છે કે પીડિતાની મદદ માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. એસિડને લઈને સરકારોના નબળા વલણ પર સવાલ ઉઠાવતાં માલીવાલે કહ્યું હતું કે દેશમાં એસિડ પર પ્રતિબંધ મૂકવા માટે પાંચ વર્ષથી લડત ચલાવી રહી છે. સરકારો ક્યારે જાગૃત થશે?

આ બિલકુલ સહન કરી શકાય એવું નથી: અરવિંદ કેજરીવાલ
ઉપરાંત, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટના વિશે કહ્યું હતું કે, આ બિલકુલ સહન કરી શકાય નહીં. ગુનેગારોને આટલી હિંમત કેવી રીતે આવી? ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. દિલ્હીમાં દરેક બાળકીની સુરક્ષા અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *