ગોપાલ નહિ પણ અલ્પેશ સંભાળશે ગુજરાત AAP ની કમાન- નવા પ્રદેશ પ્રમુખ બન્યા Alpesh Kathiria

ગુજરાત આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ પદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ગોપાલ ઇટાલીયા નહીં પરંતુ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) ગુજરાત આમ આદમી પાર્ટીની કમાન સંભાળશે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં 10 કરતા પણ ઓછી સીટો મળતા આમદની પાર્ટીને ધાર્યા કરતા વધુ ખરાબ પરિણામ મળ્યું હતું. ત્યારે સામે આવી રહ્યું છે કે, હવે Alpesh Kathiria આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનશે.

હજુ સુધી આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ Alpesh Kathiria એ પોતાના ઓફિસીયલ facebook આઇડી પર આ વાતની પુષ્ટિ કરી છે. અલ્પેશ કથીરિયાએ પોતાના બાયોમાં ‘આમ આદમી પાર્ટી ગુજરાત સ્ટેટ લીડર’ એડ કરી દીધું છે. આ જોઇને નિષ્ણાતોનું માનવું છે કે, હવે ગોપાલ ઈટાલીયા નહિ પરંતુ અલ્પેશ કથીરિયા ગુજરાત આમ આદમી પાર્ટીની કમાન સંભાળશે.

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સરકાર બનાવી ઇતિહાસ રચી દીધો છે. 150 ને લક્ષ્યાંક સાથે ચૂંટણી લડવા મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટીએ 156 સીટો મેળવી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ચૂંટણી પહેલા નો માહોલ જોતા લાગતું હતું કે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ છે, પરંતુ જે રીતના પરિણામો આવ્યા તે જોઈને લાગી રહ્યું છે કે, ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જ વિશ્વાસ રાખ્યો હતો.

શિક્ષિત અને યુવાઓને પાર્ટી તરીકે ગુજરાતમાં કદમ રખનાર આમ આદમી પાર્ટીને અપેક્ષાઓ હતી કે, ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે અને આમ આદમીની સરકાર બનશે. આ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને આકર્ષવા અને ગેરંટીઓ આપી હતી. ખાસ કરીને મફત શિક્ષણ, સસ્તી વીજળી અને સારું આરોગ્ય જેવા મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી આપી હતી. છતાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરી એક વખત વિશ્વાસ મૂકી ગુજરાતમાંથી કોંગ્રેસ અને આમદની પાર્ટીનો સફાયો કરી દીધો છે.

ખાસ કરીને આમ આદમી પાર્ટીને સુરતમાં ઘણી અપેક્ષાઓ હતી. ચુંટણી પહેલાના એક્ઝીટ પોલ પણ બતાવી રહ્યા હતા કે, ફક્ત સુરત માંથી જ આમ આદમીની પાંચથી છ સીટો આવશે પરંતુ એકય સીટ ન આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભારે આચકો લાગ્યો હતો. ખુદ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી જ જીતી શક્ય નહોતા. સુરતની વરાછા સીટ એવી હતી કે, જ્યાં લાગતું હતું કે અહિયાં આપની સીટ આવશે પરંતુ ભાજપ માંથી ઉભેલા કાકા (કિશોર કાનાણી) એ ભત્રીજા (અલ્પેશ કથીરિયા) ને હરાવી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *