અમદાવાદ પોલીસમાં સર્જાયો ભૂકંપ! પોલીસ કમિશ્નરે એકસાથે 1740 પોલીસ કર્મચારીઓની કરી બદલી, જાણો કારણ

Ahemdabad Police Transfer: અમદાવાદમાં 1740 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે આ આદેશ કર્યો છે. પાંચ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહેલા કર્મીઓની બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન(Ahemdabad Police Transfer) તેમજ શાખા બ્રાન્ચ કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા હોય એવા કુલ 1740 ASI, HC, PC ની બદલી કરવામાં આવી છે.

1740 પોલીસ કર્મચારીઓની બદલી
અમદાવાદ શહેરમાં 1700 થી પણ વધુ કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે . અમદાવાદ શહેરમાં કુલ 1740 બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસથી બદલીને લઈને બેઠકો ચાલી રહી હતી. આખરે હવે બિન હથિયારી પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જાહેર હિતમા તમામ 1740 પોલીસ કર્મચારીઓની બદલી કરવામા આવી છે.

અગાઉ શહેરમાંથી 27 PIની કરાઇ હતી બદલી
અગાઉ અમદાવાદ ગ્રામ્યમાંથી 27 PI ની બદલી કરવામાં આવી હતી. ઉપરાંત, PSI ની પણ એક સાથે બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓમાં મુખ્ય 3 બદલીઓમાં PI ને પોલીસ સ્ટેશનની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી.

અડીંગો જમાવીને બેઠેલા પોલીસ કર્મચારીઓની બદલી
બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓમાં સૌથી વધારે 1000 જેટલા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકમાંથી જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપવામાં આવ્યુ છે.

જો કે આ બદલીઓમાં વર્ષોથી પૂર્વ અને પશ્ચિમમાં અડીંગો જમાવીને બેઠેલા પોલીસ કર્મચારીઓને પણ બદલી દેવાયા છે. અમદાવાદમાં હાલમાં સેકટર – 1 માં 26, સેકટર – 2 માં 22, ટ્રાફિકમાં 14, મહિલામાં 2 મળીને 64 પોલીસ સ્ટેશન આવેલા છે. જ્યાં હાલમાં 13 હજાર પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.