તહેરાનથી ઉડાન ભરવાની થોડી મિનિટો બાદ દુર્ઘટનાગ્રસ્ત થયેલ યુક્રેનના વિમાનમાં સવાર તમામ 176 લોકો મૃત્યુ પામ્યા છે. ઈરાનના સડક અને પરિવહન પ્રાધિકરણ ના પ્રવકતા કાસીમ બિનિયાઝ એ જણાવ્યું કે, વિમાન ઈરાનની રાજધાની સ્થિત ઈમામ ખમનેઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ત્યારે અચાનક તેના એક એન્જિનમાં આગ લાગી ગઈ. બિનિયાઝ એ આપેલા નિવેદનમાં જણાવાયું છે કે, આગ લાગ્યાયા બાદ પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. જમીન પર ફસડાઇ પડ્યું હતું અને આ ફ્લાઇટમાં ૧૬૭ યાત્રીઓ અને નવ ક્રૂ મેમ્બર સામેલ હતા.
તપાસ ટીમ એ પ્રાથમિક રિપોર્ટમાં કહ્યા અનુસાર ટેકનીકલ ખામીને કારણે વિમાન ક્રેશ થયું હોઈ શકે છે. પરંતુ વધુ જાણકારી તપાસ કર્યા બાદ જ આપી શકાશે. આંખે જોનારા એક વ્યક્તિએ પ્લેન ક્રેશ થઇ રહ્યું હતું તેનો ભાજનક વિડીયો લઈને સોશિયલ મીડિયામાં મુક્યો છે.
نخستین ویدئو از سقوط هواپیمای اوکراینی اطراف شهریار pic.twitter.com/M3bZiLLryQ
— خبرگزاری ایسنا (@isna_farsi) January 8, 2020
આ ઘટના ઈરાન અને ઈરાકમાં રહેલા અમેરિકાની સેના વચ્ચે થઈ રહેલા ઘર્ષણ ના અમુક કલાક બાદ જ બનતા શરૂઆતમાં હુમલો થયો હોવાનું પણ વર્તાય રહ્યું હતું. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.