રાજકોટના યુવકને લૂંટેરી દુલ્હને રોવડાવ્યો, લગ્નના બીજા જ દિવસે 3.25 લાખની મુદામાલ લઈને ફરાર

વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆતની વિધિને લગ્ન ઓળખવામાં આવે છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે અને આધુનિક વિચારકો લગ્નને એક સંસ્થાન તરીકે ગણાવે છે.

પતિ-પત્ની વચ્ચેના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે આવે છે. પરંતુ અમુક વખત સબંધોમાં તિરાડ પડતી જોવા મળે છે. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચેના ઝગડાઓ હોય છે. અથવા તો લગ્નના સબંધો પછી પણ અન્ય વય્ક્તિ સાથેના આડકતરા સબંધોને લઈને પણ  પતિ પત્ની વચ્ચે ઝગડાઓ થતા હોય છે.

લગ્નના સપના જોતા યુવકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, શહેરના એક શખ્સને નાગપુરની એક લૂંટેરી દુલ્હન માત્ર એક દિવસ માટે લગ્ન કરી રૂ.૩.૨૫ લાખનો ધુંબો મારી પોબારા ભણી જતા આ બાબતે પોલીસમાં છેતરપિંડી કે વિશ્વાસઘાત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

શહેરના ૧૫/૨/બ જંકશન પ્લોટ મેઈન રોડ, શ્રાી ઘનશ્યામ નિવાસ, વિનસપાર્ક સામેની શેરીમાં રહેતા સુમીત ઉમેશભાઈ વાઢેરનો સંપર્ક તેમના પારાવારિક મિત્ર પ્રકાશભાઈ જૈન સાથે થયો હતો અને તેમને સગપણ વિષે વાત કરી હતી અને તેઓ નાગપુર સુમિત અને તેના પરિવારજનોને લઈ ગયા હતા પણ ત્યાં જે છોકરી બતાવવામાં આવી હતી તે પસંદ ન આવતા નીકળી ગયા હતા ત્યારે અનુબેન નામની મહિલા તેમની પાસે આવી હતી અને તેમને છોકરી બતાવેલ હતું જેનું નામ રાણી ઉર્ફે પાયલને બતાવવામાં આવી હતી અને તે પસંદ પડતા તા.૧૦/૧૨ના રોજ સગપણ નકકી કરવામાં આવ્યું હતું અને તા.૧૧ના રોજ કોર્ટમાં મેરેજ કરવામાં આવ્યા હતા અને આ કામ માટે અનુબેનને રૂ.૧.૨૫ લાખની રકમ આપવામાં આવી હતી.

બાદમાં તા.૧૫મીના રોજ રાજકોટમાં હિંદુવિધી પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા અને રાજકોટની હોટલમાં રોકાણ કર્યુ હતું ત્યારે તા.૧૬ના રાત્રીના ૧૨ થી ૧ વાગ્યા દરમિયાન રાણી બે સોનાના ચેન,બે સોનાની વીટી, એક મોબાઈલ ફોન, મંગળસુત્ર, ચાંદીના સાંકળા, ૧૦ હજારની કિંમતના કપડા તેમજ રોકડ મળી કુલ રૂ.૩.૨૫ લાખનો મુદામાલ લઈ પલાયન થઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *