Nepal Plane Crash News: નેપાળથી ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ(Nepal Plane Crash News) એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે આ પ્લેન ક્રેશ થયું છે. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું અને તેમાં 19 લોકો સવાર હતા. એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.
અકસ્માત ક્યારે અને કેવી રીતે થયો?
મળતી માહિતી મુજબ બુધવારે એક ખાનગી કંપની સૌર્ય એરલાઈન્સનું વિમાન કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી 19 લોકો સાથે પોખરા જઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું. તમને જણાવી દઈએ કે પ્લેનમાં ક્રૂ સહિત ઓછામાં ઓછા 19 લોકો સવાર હતા. પ્લેન ક્રેશની આ ઘટના સવારે લગભગ 11 વાગ્યે બની હતી.
Plane with 19 onboard crashes in Nepal’s Tribhuvan International Airport, in #Kathmandu.
Initial reports suggests the aircraft skidded off the runway during takeoff, resulting in an accident. pic.twitter.com/ODYXnuuLHH— Abhishek Jha (@abhishekjha157) July 24, 2024
પાયલોટની હાલત ગંભીર
એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું છે કે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. વિમાનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે. જો કે વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી મળી શકી નથી.
#BREAKING : 13 bodies have been recovered so far in the Nepal plane crash – Source Nepal Media #Nepal #planecrash #TribhuvanInternationalAirport #aircraft #landing #airport #accident #SauryaAirlines pic.twitter.com/XVRF22bV8Y
— mishikasingh (@mishika_singh) July 24, 2024
સેનાની ટિમ રાહત કામગીરી માટે પહોંચી
સૂત્રોનું માનીએ તો નેપાળ સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાના જવાનોને સ્થળ પર મોકલ્યા છે. મેડિકલ અને સેનાના જવાનોની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. જે પ્રકારની આગ ફાટી નીકળી છે તે ખરાબ સમાચાર સૂચવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App