હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણીવાર તો કોઈ સંબંધી તો કેટલીકવાર મિત્રો જ એકબીજાની હત્યા કરી નાંખતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે. હરિયાણામાં આવેલ પાણીપત જિલ્લામાં 18 વર્ષનાં યુવકની તેના મિત્રોએ ચાકૂના અનેક ઘા મારીને ક્રૂર હત્યા કરી હતી.
મિત્રનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેને નશાને લીધે પોતાના બંને મિત્રોનો સાથ છોડી દીધો હતો. આ ચોકાવનાર ઘટના પાણીપતમાં આવેલ રાજીવ કોલોનીમાંથી સામે આવી છે કે, જ્યાં 23 જાન્યુઆરીની રાત્રે સોહેલ અંસારીની તેના જ મિત્રોએ ઘરમાં ઘૂસીને તેની પર તાબડતોડ વાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
મૃતકના પિતાએ કહ્યું હતું કે, બંને આરોપી નશો કરે છે કે, જેથી નારાજ થઈને તેમના દીકરાએ બંનેનો સાથ છોડી દીધો હતો. બસ આ વાતથી બંને નારાજ હતા, જેને લીધે તેઓએ હત્યા કરી દીધી હતી કે, જ્યારે તે ઘરમાં એકલો હતો. મામલાની જાણ થતાં DAC હેડક્વાર્ટર સતીશ વત્સે કહ્યું હતું કે, બંને હત્યારાઓએ હત્યા કર્યા પછી મૃતદેહને સૂમસામ સ્થળે ફેંકી દીધી હતી.
આરોપીઓએ મૃતકની મોટરસાઇકલમાંથી જ પેટ્રોલ કાઢીને મૃતદેહને આગ ચાંપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારપછી બંનેએ મળીને અડધી સળગેલી હાલતમાં મૃતદેહ માટીમાં દાટી દેવામાં આવી હતી. હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આવી રીતે કર્યો મામલાનો ખુલાસો :
મૃતકના પરિજન જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પોતાના દીકરાને ઘરે ન જોયો હતો. ત્યારપછી તેઓએ તેની ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી. મામલામાં તપાસ કરતાં પોલીસે મૃતકના જ 2 મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારપછી હત્યાની સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસ દ્વારા બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ જઈને તેમના સૂચવ્યા પ્રમાણેની અડધી સળગેલ મૃતદેહને શોધી કાઢીને મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. હવા આગળની તપાસમાં ખુલાસો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle