આ દિગ્ગજ નેતાના એક ઇશારે 5 મંત્રીઓ સહિત 19 ધારાસભ્યોએ આપી દીધા રાજીનામાં, જાણો વિગતે

મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.આ ઉપરાંત કોંગ્રેસના અન્ય 19 ધારાસભ્યોએ પણ રાજીનામું ધરી દીધું છે. રાજીનામા આપનારમાં 5 મંત્રીઓનો પણ સમાવેશ છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે સાંજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ શકે છે.

આજે સવારે સિંધિયાએ પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપ જ્યોતિરાદિત્યના સમર્થનથી ફરી મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા જઇ રહી છે. ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. તેમજ સિંધિયાને કેન્દ્રીય પ્રધાન પણ બનાવવામાં આવી શકે છે. જોકે, બીજી બાજુ સોનિયા ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું સ્વીકારી લીધુ છે.

આ પહેલા પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. સિંધિયા અમિતશાહની કારમાં બહાર નીકળ્યા છે. આ મુલાકાત બાદ સિંધિયાની કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. આજે માધવરાવ સિંધિયાની 75મી જયંતીની ઉજવણી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું કે આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દીધી છે. શાહ અને મોદી સાથેની મુલાકાત બાદ 12.10 વાગ્યે સિંધિયાએ ટ્વીટ પર પોતાનું રાજીનામું શેર કરી દીધું હતું. ત્યારબાદ 20 મિનિટ બાદ એટલે કે 12.30 વાગ્યે જ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું ટ્વીટ કર્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયાની ટ્વીટ

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. જ્યોતિરાદિત્યએ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું મોકલી આપ્યું છે. સિંધિયાએ તેમના રાજીનામામાં લખ્યું કે છેલ્લા 18 વર્ષોથી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે રહ્યા બાદ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ પર કહ્યું કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. આપ સારી રીતે જાણો છો કે છેલ્લા એક વર્ષથી અનેક બનાવો અને સંજોગોને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે. હું આજે પણ મારા રાજ્ય અને દેશના લોકોની રક્ષા કરવાના મારા લક્ષ્યાંક અને ઉદ્દેશ પર અડગ છું. મારા લોકો અને મારા કાર્યકર્તાઓની ભાવનાઓને રજુ કરવા અને તેને વ્યક્ત કરવા માટે, મને લાગે છે કે આ સૌથી સારુ રહેશે કે હું આગળ વધું અને એક નવી શરૂઆત કરું. મને દેશ સેવા માટે એક મંચ આપવા માટે હું આપ સૌનૌ આભાર માનું છું અને તમારા માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના મારા સાથીઓને પણ ધન્યવાદ આપું છું. સાદર, આપનો જ્યોતિરાદિત્ય સિંધિયા.

અધિર રંજને હવે સરકાર ટકવાની ઉમ્મીદો છોડી દીધી

પીએમ મોદી સાથે જ્યોતિરાદિત્ય સિંઘિયાએ કરેલી બેઠક બાદ એમપીના સીએમ કમલનાથે કટોકટીની બેઠકો બોલાવી છે સિંધિયાએ પીએમ મોદી સાથે એક કલાક સુધી બેઠક કરી હતી. જે બાદ ભોપાલમાં સીએમ કમલનાથ પણ એક્ટીવ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કમલનાથ પોતાની સરકારને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પીએમ મોદી સાથે સિંધિયાએ કરેલી બેઠક બાદ સિંધિયા ભાજપમાં સામેલ થાય તેવુ માનવામાં આવી રહ્યુ છે. આ બેઠક હવે એવા સમયે મળી રહી છે. જ્યારે એમપીમાં 20 જેટલા પ્રધાનોએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *