તામિલનાડુ રાજ્યમાં ઈંટોની ભઠ્ઠીઓમાં કામ કરતાં લોકોને COVID-19ને કારણે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન થવાથી પોતાનાં ઘરે જવા માટેની આશા ગુમાવી દીધી હતી. પણ 19 વર્ષીય માનસીએ તેની સુજબુજથી બધાને મુક્ત કરાવ્યા છે. માનસી પોતે અહીંયા તેનાં પિતા તેમજ તેની 10 વર્ષની બહેનની સાથે ફસાયેલી હતી. અહીંયા મજૂરોને રોજ 10 થી 12 કલાકની મજૂરી માટે સરેરાશ 250 જેટલા રૂપિયા મળતા હતા. ભારત દેશમાં બંધાયેલી મજૂરીની પ્રથા અગાઉથી ચાલી આવે છે.
જેનાં લીધે સ્થળાંતર મજૂર ઘણા વર્ષોથી ગમે તે સ્થળે કે રાજ્યમાં કામ કરવા માટે મોકલવામાં આવે છે. પણ એમાં તમિલનાડુ રાજ્યનાં ઈંટની ભઠ્ઠીઓમાં કામ કરતા હોય છે, પણ તેમનાં જીવનમાં રોશની બનીને 19 વર્ષની માનસી આવી છે જેમણે આશરે 6000 જેટલાં સ્થળાંતર મજૂરોને આ કેદમાંથી મુક્ત કરાવ્યા છે. માર્ચ મહિનામાં જ્યારે પહેલું કોરોના લોકડાઉન થયું તે સમયે કામદારો ત્યાં અટવાઈ ગયા હતા. લોકડાઉન પૂર્ણ થયા બાદ તે ઘરે પાછા ફરવા માંગતી હતા પણ તેનાં બોસે જવા દીધા ન હતા. COVID-19નાં લીધે માનસીનાં સંબંધીઓ ઘરે પાછા આવવાનું દબાણ કરતાં હતાં પણ તે દરેક તમિલનાડુ રાજ્યમાં ફસાયેલા હતા. તેનાં બોસે એક શરત મૂકી હતી કે, કામ પૂર્ણ થયા બાદ તે ઘરે પરત જઈ શકે છે.
આ પરિસ્થિતિમાં મજૂરોએ વધારે મહેનત કરીને તેને નક્કી કરેલા સમયે કાર્ય પૂરું કર્યું, પણ કામ પૂરું થયા બાદ પણ ભટ્ટા માલિકે તેમને લોકોને જવા દીધા ન હતા. ભટ્ટા માલિકે ગુંડાઓ મોકલ્યા તેમજ મજુરોને માર માર્યો. આ બનાવમાં કેટલાક મજૂરો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. આ બધું જોયા બાદ માનસીએ કંઇક કરવાનું નક્કી કર્યું તેમજ માનસીએ તક નો લાભ લઈને તેનાં સંબંધીઓની મદદ લીધી. તેણે ઈજાગ્રસ્ત મજુરનો વીડિયો તેમજ ફોટો વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા. અમુક સમય બાદ જ પોલીસ તેમની મદદ માટે ત્યાં પહોંચી ગઈ તેમજ ભટ્ટા માલિક સામે FIR કરી.
ઘાયલ મજુરોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એક ગુંડાની ધરપકડ કરવામાં આવી હતી પણ ભટ્ટા માલિક મુન્નુસામી તેમજ તેને મારનારા બીજા ગુંડાઓ ભાગી ગયા હતા. એ પછી પોલીસે તિરુવલ્લુરમાં 30 ઈંટ ભઠ્ઠામાં કેદ 6,750 જેટલા કામદારોને મુક્ત કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle