Surat Model Self Annihilation: આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ (Surat Model Self Annihilation) ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી. બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી.
થોડા દિવસ અગાઉ વતનથી આવી હતી
મધ્ય પ્રદેશથી 4 દિવસ પહેલાં જ સુરત આવેલી મૉડલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. સુરતના સારોલી કુંભારિયા ગામમાં આવેલી સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. તે અને તેની બહેનપણીઓ મૉડલિંગનું કામ કરે છે. સુખપ્રીતે ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી
તેની બહેનપણી ઘરે આવી ત્યારે તેણે સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા આસપાસના લોકોને જાણ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૉડલે કયા કારણોસર આપઘાત કર્યો તેની પોલીસ તપાસ હાથ ધરી હતી. મૉડલના આપઘાતને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App