ગોંડલ હાઈવે પર ટેમ્પો કારની પાછળ ઘુસી જતા સર્જાયો ગંભીર અકસ્માત, અચાનક જ કારમાં ભભૂકી ઉઠી આગ

હાલના સમયમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાર્ર આવા સમયમાં પણ આવી જ એક ભયંકર માર્ગ અકસ્માતની ઘરનાને લઈ જાણકારી સામે આવી છે. ગોંડલમાં આવેલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ રહી છે ત્યારે યાર્ડ નજીક એક અકસ્માત સર્જાયો હતો.

ડુંગળીથી ભરેલ ટ્રેક્ટર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે, કારચાલકનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો. જ્યારે અન્ય એક અકસ્માતમાં કાર તથા ટેમ્પોની વચ્ચે અકસ્માત સર્જાતાં કાર અચાનક સળગી ઉઠી હતી. જો કે, કારચાલક સમય સુચકતાથી બહાર નીકળી જતાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

ગોંડલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી શરુ કરી કાર્યવાહી:
ગુંદાળા ચોકડીથી થોડે દુર કાર તથા ટેમ્પોની વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માત સર્જાતાંની સાથે જ કાર સળગી ઉઠતાં કાર ચાલક સમય સુચકતાથી બહાર નીકળી ગયો હોવાંથી એનો બચાવ થયો હતો. ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકને લઈ વાહનોની ખુબ લાંબી લાઈનો હાઇવે પર લાગી રહી છે.

આવા સમયમાં ડુંગળીથી ભરેલ ટેમ્પોચાલક લાઈનમાંથી સાઈડમાં બહાર નીકળી જતા કાર સાથે અથડાયો હતો તથા કારમાં આગ ભભૂકી ઉઠતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે ડુંગળીથી ભરેલ ટ્રેક્ટર કાર પર પલ્ટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ ગોંડલ ફાયરને થતાંની સાથે જ ફાયર ફાઇટરો ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતાં તેમજ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

હાઇવે ઓથોરિટીની સતત બેદરકારી:
ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઈને પીઠડીયા ટોલ ટેક્સ સુધીની હાઇવે પર લાઈટોના ટાવરો વધારે પડતા બંધ અવસ્થામાં જોવા મળે છે. કેટલાંક લોકો રજૂઆત પણ કરી ચૂક્યાં છે. એમ છતાં પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.

યાર્ડમાં જણસીની આવક વખતે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ:
ગોંડલ માર્કેટયાર્ડમાં કોઈપણ જણસીની આવકની શરૂઆત થાય ત્યારે યાર્ડની બહાર વાહનોની લાઈનો કજોવા મળતી હોય છે. જેને લીધે ગુંદાળા ચોકડીથી યાર્ડ નજીક હાઇવે પર કેટલાક આડેધડ વાહનો ખડકાઈ જતાં હોય છે જેથી ખુબ લાંબો ટ્રાફિક જામ અને ઇમરજન્સી વાહનો પણ ફસાઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *