કોરોનાથી ભારતભરમાં સંક્રમિત લોકોની સંખ્યામાં ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં સંક્રમિત લોકોની સંખ્યા 11000 ને પાર પહોંચી ગઈ છે. પરંતુ આ કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે ખુશીના સમાચાર આવ્યા છે. કોરોના સામેની લડાઈમાં ભલે ગુજરાત નબળું પ્રદર્શન કરી રહ્યું હોય પરંતુ સ્વચ્છતાની બાબતમાં ગુજરાતે બાજી મારી છે. પ્રધાનમંત્રીની સ્વચ્છ ભારત યોજના હેઠળ ભારતના 140 શહેરોમાંથી ફક્ત 6 શહેરોને જ 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. જેમાંથી 2 શહેર ગુજરાતના છે.
Heartiest congratulations to Ambikapur, Rajkot, Surat, Mysuru, Indore & Navi Mumbai for receiving a 5-Star Rating, 65 cities for receiving a 3-Star Rating & 70 cities for receiving 1-Star Rating this year.
I am sure this will inspire all cities to improve their ratings in future.— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) May 19, 2020
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી હરદીપસિંહ પુરીએ આજે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કચરા મુક્ત શહેરોનું રેટીંગ જાહેર કર્યું છે. જેમાં સૌથી સ્વચ્છ 6 શહેરોને 5 સ્ટાર મળ્યાં છે. આ ઉપરાંત દેશમાંથી 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર આપવામાં આવ્યાં છે. સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ફોર હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા માત્ર 6 શહેરોને 5 સ્ટાર રેન્કિંગ અપાયાં છે. આ સ્ટાર રેટીંગમાં 5 સ્ટાર, 3 સ્ટાર અને 1 સ્ટારમાં ગુજરાતનાં 4 મોટા શહેરોનો સમાવેશ થાય છે.
આ શહેરોમાં સુરતને 5 સ્ટાર રેટીંગ મળ્યું છે. રાજયમાં રાજકોટ અને સુરતને જ આ પ્રકારનાં 5 સ્ટાર રેટિંગ મળ્યાં છે. આ અંગે સુરતનાં મેયર ડો. જગદીશ પટેલે જણાવ્યું કે, સ્વચ્છતાની બાબતમાં લોકોમાં જાગૃતિ વધી છે. આ ઉપરાંત પાલિકા દ્વારા કચરાનાં નિકાલની જે કામગીરી કરવામાં આવી રહી છે તેને કારણે આ શક્ય બન્યું છે. આગામી સમયમાં પણ હજી શહેરીજનો વધુ જાગૃત બને અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તે દિશામાં હજુ વધુ કામગીરી કરવામાં આવશે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી હરદીપ સિંહ પુરીને મંગળવારે કચરા મુક્ત શહેરોનાં જાહેર કરવામાં આવેલાં રેટિંગમાં ગુજરાતનાં રાજકોટ અને સુરત, છત્તીસગઢનાં અંબિકાપુર, કર્ણાટકનાં મૈસૂર, મધ્યપ્રદેશનાં ઇન્દૌર અને મહારાષ્ટ્રનાં નવી મુંબઈને 5 સ્ટાર રેટિંગ મળ્યાં છે. દેશમાં રહેવા માટે સુરત અને રાજકોટ બિલકુલ પરફેક્ટ માનવામાં આવ્યાં છે. આ સિવાય ગુજરાતનાં અમદાવાદ, હરિયાણાનાં કરનાલ, નવી દિલ્હી, આંધ્રપ્રદેશનાં તિરૂપતિ અને વિજયવાડા, ચંદીગઢ, અને છત્તીસગઢનાં ભિલાઈ નગરને 3 સ્ટાર મળ્યાં છે. જ્યારે દિલ્હી કેન્ટ, વડોદરા અને રોહતકને 1 સ્ટાર આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news