કોને જન્મદિનની સરપ્રાઈઝ આપવા મંજુરી વગર કીર્તીદાન ગઢવી પહોચ્યા કચ્છ? સરકારની મંજુરી પણ નહોતી

લોકડાઉન દરમિયાન સામાન્ય જનતાને એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં જવા માટે પરમિશન લેવાની હોય છે તેમજ 14 દિવસ કોરોનટાઈન થવાનું હોય છે. પરંતુ લાગી રહ્યું…

લોકડાઉન દરમિયાન સામાન્ય જનતાને એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં જવા માટે પરમિશન લેવાની હોય છે તેમજ 14 દિવસ કોરોનટાઈન થવાનું હોય છે. પરંતુ લાગી રહ્યું છે કે પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીને આ નિયમો લાગુ પડતા નથી. તેઓ લોકડાઉન દરમિયાન કચ્છમાં આવ્યા છે અને નિયમ પ્રમાણે કોરોનટાઈન થયા નથી. ત્યાં સુધી કે કચ્છનાં તંત્રને તેમની આ સરપ્રાઈઝ વિઝીટ અંગે ખબર પણ નથી. તેઓ ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીરના દીકરા ત્રિકમ આહીરના જન્મ દિવસે કચ્છનાં રતનાલ ગામે આવેલા છે.

રતનાલ ગામનાં નંદલાલ છાંગા નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં મંત્રી વાસણ આહીરના દીકરા ત્રિકમ આહીર સાથેના ફોટા વાયરલ કર્યા છે. જેમાં કીર્તિદાન ગઢવી ત્રિકમ આહીર સાથે તેમના નવા વૈભવી બંગલામાં જોવા મળી રહ્યા છે. રવિવારે તેમનો જન્મ દિવસ હોવાથી શનિવારે રાતે બાર વાગ્યા પહેલા જ કીર્તિદાને રતનાલ આવીને સરપ્રાઈઝ આપી હોવાનું પણ ફોટા સાથે પોસ્ટ કરવામાં આવી છે.

ખરેખર નિયમ તો એવો છે કે કચ્છમાં બહારથી આવતા લોકોને કોરોનટાઈન કરવાનાં હોય છે, ત્યારે કીર્તિદાન કોની મંજૂરીથી કચ્છમાં ઘુસ્યા તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજારીયાના જણાવ્યા પ્રમાણે કીર્તિદાન ગઢવી નામની કોઈ વ્યક્તિ કચ્છમાં આવી જ નથી.

કીર્તિદાન પોતે મોટા ગાયક છે તેમજ લોકો વચ્ચે સારુ પ્રભુત્વ ધરાવે છે. લોકો સામાન્ય રીતે આવા કલાકારોનું અનુકરણ કરતા હોય છે, એવામાં તેમની આ હરકત નકારાત્મક પ્રભાવ ઉભો કરી શકે છે. તેવી જ રીતે સરકારમાં મંત્રી એવા વાસણ આહીર દ્વારા કચ્છમાં બહારથી આવેલા કીર્તિદાનને કોરોનટાઈન કરવાને બદલે ઘરમાં રાખવાની આ ઘટનાથી વિપક્ષને વધુ એક વખત વિરોધ કરવાની તક મળી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *