હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મોટો અકસ્માત થયો છે. મળતી જાણકારી પ્રમાણે બાળકોને લઇને એક ટ્રાવેલર ખીણમાં જઇને ખાબકી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બે બાળકોનાં મોત થયાં છે, જ્યારે 18 બાળકો ઘાયલ થયા છે. આમાંથી સાત બાળકોની સ્થિતિ ગંભીર છે.
કહેવામાં આવે છે કે અકસ્માતમાં શિકાર થયેલ મુસાફરે ગાડીમાં કોઈ શાળાના બાળકો સવાર હતા જેઓ પિકનિક ઉજવણી કરવા માટે પરાશર ગયા હતા. પરાશર રૂષી મંદિર પાસે આ અકસ્માત થયો છે. ટ્રાવેલર લગભગ 700 મીટર ઊંડી ખીણામાં ખાબકી હોવાનું કહેવાય છે. કહેવામાં આવે છે કે ટ્રાવેલરમાં 21 લોકો સવાર હતા.
અકસ્માત થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતાં. પોલીસ અને એમ્બ્યુલન્સને પણ અકસ્માતની માહિતી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે અને ઘાયલ બાળકોને ખીણમાંથી કાઢવામાં આવી રહ્યા છે.
અકસ્માતના કારણ વિશે ખબર પડી નથી. પોલીસે કેસ દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે 20 જૂને હિમાચલની જીલ્લા કુલ્લુના બંજારમાં માં બયોઠ પાસે એક ઓવરલોડ ખાનગી બસ 500 ફીટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં 39 લોકોનાં મોત થયાં હતા, પાંચ લોકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
બે લોકો સારવાર દરમિયાન પીજીઆઈ મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 46 લોકોનું મૃત્યુ થયા છે. હિમાચલમાં આ પ્રકારના અકસ્માત વારંવાર થતાં હોવા છતાં તંત્ર દ્વારા સુરક્ષાના પગલા લેવામાં આવતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.