ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાબિત કરે છે કે લોકોનું રક્ષણ કરતી પોલીસ જ સલામત નથી. આરોપીઓને પકડવા નરોડા(Naroda) ગયેલા પોલીસકર્મીઓને સ્થાનિક બુટલેગર(Bootlegger) દ્વારા રસ્તા પર જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. નવરંગપુરા પોલીસ સ્ટેશન(Navrangpura Police Station)માં ફરજ પરના એક પોલીસકર્મીને અને નરોડા ખાતે ફરજ પરના પોલીસકર્મીને રસ્તા પર જ દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો હતો.
View this post on Instagram
દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોએ અન્ય લોકો સાથે મળી પોલીસને માર્યો માર:
નરોડામાં ફરજ પરના સુરેશ અને નવરંગપુરામાં ફરજ પરના રૂદ્રદતસિંહ પ્રોહિબીશનના આરોપીઓને પકડવા માટે મુઠિયા ગામે ગયા હતા, જ્યાં બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિતના કેટલાક લોકોએ બે પોલીસકર્મીઓને માર માર્યો હતો. તેણે પોલીસને લોખંડના હથોડા જેવા હથિયાર વડે માર માર્યો હતો. પોલીસકર્મી દોડતી વખતે રસ્તા પર પડી ગયો પરંતુ બૂટલેગરઓએ માર મારવાનું શરુ જ રાખ્યું હતું. આટલું જ નહીં, એક્ટિવા પર બેસીને ભાગી રહેલા પોલીસકર્મીઓને પણ માર મારવામાં આવ્યો હતો.
પૈસા લેવાના મામલે મારા માર્યાની ચર્ચા:
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ પ્રોહિબીશનના આરોપીઓને પકડવા માટે ગઈ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ નવરંગપુરાના પોલીસકર્મી નરોડા પોલીસ સાથે શા માટે બૂટલેગરને ત્યાં ગયો તે અંગે ખુબ જ ચર્ચા ચાલી રહી છે. રુદ્રદત નામનો પોલીસકર્મી પીઆઈનો વહીવટ કરતો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે અને આજે બંને પોલીસકર્મી જ્યારે બૂટલેગરને ત્યાં પહોંચ્યા હતા ત્યારે પૈસાની લેતી દેતીને કારણે જ મામલો બિચકતાં પોલીસકર્મીઓને માર માર્યા હોવાની વાતની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.