Gandhinagar Accident: ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક રણાસણ સર્કલ પાસે પૂર ઝડપે જઈ રહેલા ટ્રકે બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો. જેમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. જ્યારે પિતાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત(Gandhinagar Accident) સર્જીને ટ્રક મુકી તેનો ચાલક નાસી છૂટયો હતો.
માતાપુત્રીનું મોત
રાજસ્થાનના અનેક પરિવાર ગુજરાતમાં રોજગારી મેળવી રહ્યા છે, તે ઉપરાંત અનેક રાજસ્થાની રોજગારી માટે આવન જાવન કરે છે. ત્યારે રાજસ્થાનથી અમદાવાદમાં રોજગારી અર્થે એક બાઇક ઉપર પરિવાર આવી રહ્યો હતો. લીંબડીયા પાસે પરિવાર પહોંચતા એક આઇશર ચાલકે બાઇકની નજીકથી વાહન લેતા ઘસરકો વાગ્યો હતો. જેમાં બાઇક રોડ સાઇડમાં પડ્યુ હતુ. બાઇક ઉપર સવાર પતિ, પત્ની અને બાળકીને ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં પત્ની અને બાળકનીનુ મોત થયુ હતુ. આ બનાવ બાદ આઇશર ચાલક ફરાર થઇ ગયો હતો. ડભોડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત બાદ ટ્રક મૂકીને તેનો ચાલક ફરાર
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા રણાસણ સર્કલ નજીક વધુ એક અકસ્માતમાં માતા અને પુત્રીના મોતની ઘટના બહાર આવી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના ડુંગરપુર ખાતે ગોરદા ગામમાં રહેતા રાજુભાઈ શંકરભાઈ રોત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઈકાલે તેઓ તેમની પત્ની પિંકી અને પુત્રી સાથે બાઈક ઉપર અમદાવાદ મજૂરી માટે નીકળ્યા હતા અને લીંબડીયા કેનાલથી રણાસણ તરફ જતા હતા તે દરમિયાન રણાસણ સર્કલ પાસે તેમની મોટરસાયકલની બાજુમાંથી પૂર ઝડપે ટ્રક ટક્કર મારીને નીકળ્યો હતો. જેના પગલે આ ત્રણે જણા રોડ ઉપર પટકાયા હતા જેમાં શરીર ગંભીર ઈજાઓને કારણે પત્ની અને પુત્રીનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક મૂકીને તેનો ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો બીજી બાજુ આ ઘટના અંગે ડભોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી એના અકસ્માતનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા માટે મથામણ શરૃી હતી.
પરિવાર શોકમાં ગરકાવ
આ અકસ્માતમાં બાઇક રોડ સાઇડમાં જઇને પડ્યુ હતુ. તે સમયે બાઇક ઉપર સવાર તેની પત્ની પિંકીબેન અને 3 મહિનાની દીકરી ગુડ્ડી રોડ ઉપર પટકાયા હતા, જેમાં બંને ઉપરથી આઇશર ગાડીનુ ટાયર નિકળી ગયુ હતુ. જેમાં બંનેના સ્થળ ઉપર જ મોત થઇ ગયા હતા. જ્યારે આઇશર ચાલક રોડ ઉપર તેનુ વાહન મુકીને ફરાર થઇ ગયો હતો. પતિની નજર સામે જ પત્ની અને દુનિયામાં આવે 3 મહિના જેટલો જ સમય પસાર કરનારી દીકરીનુ મોત થતા ભાગી પડ્યો હતો. અકસ્માત કરીને ભાગી જનારા આઇશર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.તેમજ આ ઘટનાના પગલે તેનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App