ચોથી લહેર આવી કે શું? ફરી એક વખત કોરોનાએ મચાવ્યો હાહાકાર- 2 લાખ નવા કેસ સામે આવતા હાલત બેકાબુ

જર્મની(Germany), ફ્રાન્સ અને ઈટાલીમાં કોરોના બેકાબુ બની ગયો છે. જર્મનીમાં એક દિવસમાં લગભગ 2 લાખ કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ચીન(China)ના નાણાકીય…

જર્મની(Germany), ફ્રાન્સ અને ઈટાલીમાં કોરોના બેકાબુ બની ગયો છે. જર્મનીમાં એક દિવસમાં લગભગ 2 લાખ કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. ચીન(China)ના નાણાકીય કેન્દ્ર શાંઘાઈમાં કોરોનાને લઈને શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછું ન થતાં સરકારે લોકડાઉન(Lockdown) લંબાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે બીજી બાજુ ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેસો(Corona cases)માં 66 ટકાનો વધારો નોંધાયો છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં કોરોનાના 1009 કેસ સામે આવ્યા છે.

કોરોનાના નવા સબ-વેરિઅન્ટ XEએ આખી દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વેરિઅન્ટ ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, આ તમામ પ્રકાર અત્યાર સુધીના કોરોનાના તમામ પ્રકારો કરતા વધુ સંક્રમિત અને ખતરનાક છે. જોવામાં આવે તો પશ્ચિમી દેશોમાં કોરોનાની ગતિ બેકાબૂ બની ગઈ છે. જર્મની, ફ્રાન્સ અને ઇટાલીમાં કોરોનાના કેસ ખુબ જ તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. જ્યારે દક્ષિણ એશિયાના દેશોમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીન અને ભારતમાં પણ ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે.

જાણો XE વેરિઅન્ટના લક્ષણો શું છે?
આ વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરા, પેટમાં ગડબડ વગેરેનો સમાવેશ થઈ શકે છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં 600 કેસ નોંધાય ચુક્યા છે.

શું XE વેરિઅન્ટ ખૂબ જ સંક્રમિત છે?
હાલ સુધીમાં એવા કોઈ પુરાવા નથી કે XE વેરિઅન્ટ વધુ ગંભીર છે. તે ઓમિક્રોનના પેટા વેરિયન્ટ્સથી બનેલું છે. અત્યાર સુધી ઓમિક્રોનના તમામ વેરિઅન્ટો ઓછા ખતરનાક દેખાતા હતા.

ભારત માટે કેટલું ખતરનાક:
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે, XE વેરિઅન્ટની અસર ડેલ્ટા જેટલી ભયંકર નહીં હોય, કારણ કે દેશમાં મોટી વસ્તીને રસી આપવામાં આવી છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, હજુ સુધી એવા કોઈ સંકેતો નથી કે આ વેરિઅન્ટ નવી લહેર લાવી શકે. પરંતુ માસ્ક સહિત કોરોનાથી બચવાના તમામ પગલાં ચાલુ રાખવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *