પાણી બગાડતા પહેલા સો વાર વિચારજો! મનપાના આ નિર્ણયથી મોંઘવારીના સમયમાં ખાલી થઇ જશે ખિસ્સા

અત્યારે પાણી (Water)ની તંગી ન દેખાતી હોવાથી લોકો મનફાવે તેમ પાણી વપરાતા હોય છે, તેમજ બગાડ કરતા હોય છે. પરંતુ અમુક એવી પણ જગ્યાયો છે…

અત્યારે પાણી (Water)ની તંગી ન દેખાતી હોવાથી લોકો મનફાવે તેમ પાણી વપરાતા હોય છે, તેમજ બગાડ કરતા હોય છે. પરંતુ અમુક એવી પણ જગ્યાયો છે જ્યાં લોકોને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતું નથી. આ બાબતને ધ્યાનમાં રાખી મનપાએ એક નિર્ણય જાહેર કર્યો છે. જેમાં રાજકોટ (Rajkot)માં પાણીનો બગાડ કરશે તો તેને દંડ કરવામાં આવશે. પાણીનો બગાડ(Waste of water) અટકાવવા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

પાણીનો બગાડ અટકાવવા મનપાનો અનોખો નિર્ણય:
રાજકોટમાં તાજેતરમાં જ કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ અટકાવવા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જે માટે મનપા કમિશનરે 18 વોર્ડ વાઇઝ ટીમો બનાવી છે. તેમાં લોકો ઘરની બહાર ફળિયા ધોશે તો 500નો દંડ થશે અને પાણીનો બગાડ થશે ત્યાં 2000નો દંડ ફટકારશે. સામાન્ય રીતે પાણીની અછત હોય તો પણ લોકો પાણીનો બગાડ કરતા હોય છે. બગીચામાં પાણી પાવાથી લઈ અને ફળિયા ધોવા કે ગાડી સાફ કરવા માટે પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે. પરંતુ આપણે ક્યારેય એ તરફ ધ્યાન આપતા નથી. દરેક નાગરિકની પાણી બચાવવાની ફરજ છે.

જાણો સમગ્ર મામલો:
એક તો અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં તો ઉનાળો આવતા જ પાણીની અછત સર્જાય છે. પાણીની આ સમસ્યાને દૂર કરવા તેમજ સામાજિક ફરજ નિભાવવા રાજકોટના પ્રશીલ પાર્ક સોસાયટી દ્વારા પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે. પ્રશીલ પાર્ક સોસાયટીના લોકો એ સ્વયમ શિસ્ત દ્વારા પાણીનો બગાડ ન કરવા તેમજ પાણી બચાવવા નિયમો બનાવ્યા તેમજ તેના અમલ દ્વારા પાણી બચાવવાનો સમગ્ર સમાજને પાઠ શીખવ્યો છે. જે ખરેખર પ્રેરણાદાયી છે.

મોટાભાગના પાણીનો બગાડ ફળિયા ધોવામાં તેમજ ગાડી સાફ કરવામાં થાય છે. જો સોસાયટીના દરેકે દરેક વ્યક્તિ આ બાબત ધ્યાન રાખે અને પાણીનો બગાડ ન કરે તો પાણીનો મોટો જથ્થો બચી શકે છે. અને પાણીની જે સમસ્યા સર્જાય છે તે દૂર થઈ શકે તેમ છે. આથી સોસાયટીમાં જ નિયમ બનાવવામાં આવ્યો કે કોઈએ પાણી દ્વારા ફળિયા ધોવા નહીં. જો આ રીતે પાણીનો બગાડ થતો જોવામાં આવશે તો મકાનમાલિકને સૌપ્રથમ ચેતવણી આપવામાં આવશે, ત્યારબાદ બીજી વખત આ ભૂલ કરવામાં આવશે તો 100 રૂપિયા દંડ અને ત્રીજીવાર નળ કનેકશન કાપવામાં આવશે. આ એક પાણીનો બગાડ અટકાવવા માટેનું સારું પગલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *