ટ્રક યમરાજ બન્યો: ભરૂચમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત, જાણો વિગતે

Bharuch Accident: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનાના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો (Bharuch Accident) એકત્ર થઇ ગયા હતા જે બાદ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે દહેજ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં 2 વ્યક્તિના ક્નકમાટીભર્યા મોત
ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા. આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા.

જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.જો કે આ અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા.તેમજ આ ઘટના અંગે પ્રશાશનને જાણ કરતા પોલીસ તથા 108ની ટિમ દોડી આવી હતી.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ ચલાવી
આ સમયે ત્યાથી પસાર થતા લોકો દોડી આવ્યા હતાં. ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં 2 યુવાનોના મોત થતા તેનો પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદન કર્યું હતું. જેના કારણે ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

વડોદરા કરજણ હાઈવે પર જૈન સાધ્વીને નડ્યો અકસ્માત
તો બીજી તરફ કરજણ ને.હા 48 ઉપર લાકોદરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે 3 જૈન સાધ્વી ઘાયલ થયા. ને.હા.48 ઉપર લાકોદરા ગામ પાસેથી વિહાર કરતા સમયે ઘટના બની. 5 જેટલા જૈન સાધ્વીઓ વિહાર કરતા સમયે અકસ્માત નડ્યો. અજાણ્યા વાહનની ટકકરે 3 જૈન સાધ્વીઓ ઘાયલ થતા ટોલ એમ્બ્યુલન્સ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.