રાયપુરમાં બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા ગુજરાતના 2 લોકોનાં મોત, 3 ઘાયલ

Raipur Accident: છત્તીસગઢના રાયપુરમાં એક હચમચાવી દેતા અકસ્માતની(Raipur Accident) ઘટના સામે આવી છે. જ્યાં નેશનલ હાઈવે 53 પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનામાં બે યુવાન તબીબોના મોત થયા હતા અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકો રિમ્સ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કર્યા.

બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ
મળતી માહિતી મુજબ, નાગપુર-કોલકાતા નેશનલ હાઈવે 53 પર મંદિર હસૌદ ટોલનાકા પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચાર યુવકો ક્રેટા જીજે 09 બીએફ 3996 માં મુસાફરી કરી રહ્યા હતા અને ત્રણ યુવકો અન્ય મારુતિ એસ-પ્રેસો સીજી 17 કેયુ 4250 માં મુસાફરી કરી રહ્યા હતા અને બધા મંદિર હસૌદથી રાયપુર તરફ જઈ રહ્યા હતા.

જિંદાલ સ્ટીલ ચોક પાસે, સ્પીડમાં આવતી ક્રેટા કાર કાબૂ બહાર નીકળી ગઈ હતી અને ડિવાઈડર ઓળંગીને રોડ પર આવેલી બીજી કાર મારુતિ એસ-પ્રેસોને ટક્કર મારી હતી.

માર્ગ અકસ્માતમાં બે ડોક્ટરોના મોત
બંને વાહનોમાં ડોકટરો મુસાફરી કરી રહ્યા હતા. મૃતકોની ઓળખ ગુજરાતના રહેવાસી ડો. ઈસ્મિત પટેલ તરીકે થઈ હતી, જેઓ રિમ્સમાં એમડીનો અભ્યાસ કરતા હતા. ડૉ. ઋષભ પ્રસાદ રાજસ્થાનના કોટાના રહેવાસી MBBS ના અંતિમ વર્ષનો વિદ્યાર્થી હતો. જ્યારે ક્રેટામાં ડૉ. શશાંક MD અને જિયાંશુ MBBSનો વિદ્યાર્થી હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
બીજી કાર મારુતિ એસ્પ્રેસોમાં પીડિયાટ્રિક્સના વિદ્યાર્થી ડો.શશાંક શક્તિ હતા. ડૉ.પલ્લવ રાય અને ડૉ.પવન કુમાર રાઠી એનેસ્થેસિયાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ ઘટના બાદ મૃતકના સ્વજનોની ખુબ જ ખરાબ હાલત છે અને રડી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.