હવે ખરેખર અર્ણવ ગોસ્વામીની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. અત્યાર સુધી તે કાયદાકીય દાવપેચમાં સહારો લઇને કોઇપણ રીતે પોલીસથી બચી જતો હતો, પરંતુ હવે મામલો ગંભીર છે. મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીએ અર્ણવ ગોસ્વામી પર 2018 માં દાખલ થયેલ બે લોકોની આત્મહત્યા માટે ઉક્સાવવાના કેસ હેઠળ ફાઈલ ખોલવા નુ એલાન કર્યું છે.
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી સાતેજ(બંટી) ડી પાટીલે આશ્વાસન આપ્યું છે કે તેમની પાર્ટી 2018માં અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ 2 લોકોને આત્મહત્યા માટે ઉત્તેજવાનો કેસ ફરીથી ખોલશે.
મહારાષ્ટ્રના મંત્રી અને કોંગ્રેસ નેતા સાતેજ(બંટી) ડી પાટીલે ટ્વિટ કરતા કહ્યું, ” મહારાષ્ટ્રના DGP દ્વારા કાર્યવાહી કરીને ન્યાય આપવામાં આવશે. “
જણાવી દઈએ કે 5 મેં ના રોજ ઇન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકની વિધવા પત્ની અક્ષતા નાઈકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે 2018માં તેમના પતિ અને તેમની સાસુની એ આત્મહત્યા કરી લીધી હતી, કારણ કે અર્ણવ અને તેમના બે સાથીઓએ તેમનું દેવું ચુકવ્યું ન હતું અને તમને માનસિક રૂપથી પ્રતાડિત કર્યા હતા.
@INCMaharashtra Appropriate action will be initiated by @DGPMaharashtra & justice will prevail .. https://t.co/wvONsG3elo
— Satej (Bunty) D. Patil (@satejp) May 5, 2020
તેમના પતિ અનવય કોનકોર્ડ ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર હતા. તેમની જ કંપનીએ રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો બનાવ્યો હતો. અક્ષતા ના કહેવા મુજબ, કામ પૂરું થઈ જતા અર્ણવએ કંપનીને એક મોટી રકમ ચૂકવવાની હતી, પરંતુ અર્ણવે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો. આટલું જ નહીં, માનસિક રૂપે પણ પ્રતાડિત કર્યા. જેથી તેમના પતિ અને તેમના સાસુએ મહારાષ્ટ્રના અલીબાગ ના કવીર પાર્ક સ્થિત પોતાના ફાર્મહાઉસમાં આત્મહત્યા કરી લીધી.
પોલીસને આત્મહત્યાના સ્થળથી સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણવ ગોસ્વામી તેમજ તેના બે સાથી ફિરોઝ શેખ અને નીતીશ સારડા ઉપર તેમણે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો હતો.
અલીબાગ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો. પરંતુ ત્યારબાદ આ મામલા નું શું થયું તેની કોઇ જાણ નથી. તે સમયે રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ ની સરકાર હતી. ભારતીય જનતા પાર્ટી, દેવેન્દ્ર ફડણવીસ અને અર્ણવ ગોસ્વામી નો સંબંધ સૌ જાણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news