ગુજરાત(Gujarat): બોટાદ લઠ્ઠાકાંડ(Botad Lattakand)ને લઇને તંત્ર અને સરકાર હરકતમાં આવી ગઇ છે. ગૃહવિભાગ દ્વારા બોટાદ કેમિકલકાંડના 2 PSI અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરી દેવામાં આવી છે.
આ સાથે અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલ, બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે બરવાળાના PSI ભગીરથસિંહ વાળા અને રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે કે 2 SP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જુઓ કોની બદલી કરાઈ અને કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા?
બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય DYSP એન.વી.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ કરવામાં આવ્યા છે. બરવાળા PSI ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકોના મોત થયા છે. જેમાં કેટલાંય પરિવારો બરબાદ થઈ ગયા છે. કોઇક પરિવારમાં પત્નીએ તેના પતિને ખોયો, કોઈ માતાએ એકનો એક પુત્ર ખોઈ બેઠા છે, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો બરબાદ થઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.