શરુ ST બસે ધડામ દઈને નીચે પટકાયા બે વિદ્યાર્થીઓ… CCTV માં કેદ થઇ વિચિત્ર ઘટના

ગુજરાત(GUJARAT): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોત છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ એક…

ગુજરાત(GUJARAT): રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોત છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. જામનગર શહેરના (Jamnagar ST Bus accident) ગુલાબનગર પાસે આજે અકસ્માતની એક વિચિત્ર ઘટના બની હતી. ચાલુ ST બસનો પાછળનો કાચ તૂટતા 2 વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા. જોકે, બને વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. પાછળથી આવતા વાહનો પણ થંભી ગયા હતા.

આ સમગ્ર ઘટના બાજુ પર આવેલી એક દુકાનમાં લાગવામાં આવેલ કેમરામાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી. અકસ્માત બાદ લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બંને વિદ્યાર્થીને જામનગરની GG હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.

ડ્રાઈવરની બેદરકારી જોવા મળી હતી. આગળ સ્પીડબ્રેકર હોવા છતા ડ્રાઈવરે બસની સ્પીડ ધીમી ન કરી હોવાનું જાણવા મળી રહ્યું. ST વિભાગ દ્વારા ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોડિયાથી જામનગર આવી રહેલી એસટી બસ આજે ગુલાબનગર પાસે પહોંચતાં સ્પીડબ્રેકર પાસે ડ્રાઈવરે બ્રેક મારી હતી. ત્યારે અચાનક પાછળના ભાગના કાચ તૂટી પડતાં પાછળ બેસેલા બે વિદ્યાર્થી નીચે પટકાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વિદ્યાર્થી ચાલુ બસમાંથી બંને નીચે પટકાયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોઈ શકાય છે કે બંને વિદ્યાર્થી તરત જ રસ્તા પરથી ઊભા થઈ સાઈડમાં ચાલ્યા ગયા હતા. ત્યારબાદ હાથમાં ઈજાઓ પહોંચતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર એસટીના વિભાગીય પરિવહન અધિકારી જે.વી. ઈસરાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જે બસમાં અકસ્માત સર્જાયો હતો તે સમયે બસમાં 70થી વધુ મુસાફરો સવાર હતા. આ બસમાં વિદ્યાર્થીઓ પણ હતા. ગુલાબનગર પાસે સ્પીડબ્રેકર આવતા ડ્રાઈવરે બસની સ્પીડ ઓછી કરવાની જરુર હતી, ત્યારે જો સ્પીડ ઓછી હોત તો અકસ્માત ટાળી શકાયો હોત. આ મામલે જવાબદાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો હોવાનું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *