તલાટી પરીક્ષાની આન્સર કી જાહેર, જુઓ અહિયાં

Published on: 4:31 pm, Wed, 10 May 23

Talati Exam Answer Key: Gujarat પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ ગ્રામ પંચાયત સચિવ (તલાટી કમ મંત્રી) ની પોસ્ટ માટે કસોટી હાથ ધરી હતી. ગત 7 મે ના રોજ તલાટીની પરીક્ષા પૂર્ણ કરવામાં આવી હતી. ખાસ વાત છે કે  રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે  8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી છે કે, લેવાયેલી તલાટીની પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે. તે મુજબ આજે આ અન્સર કી જાહેર થઇ ચુકી છે. આ આન્સર કી ડાઉનલોડ કરવા માટે આપ અહિયાં ક્લિક કરી શકો છો. Talati Exam Answer Key Download

રાજ્યમાં તલાટીની 3 હજાર 437 જગ્યાઓ માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો મહેનતની સાચી કસોટી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે તલાટીની પરીક્ષા ગઈકાલે પૂર્ણ થઈ હતી. બપોરે દોઢ વાગ્યા સુધી પેપર ચાલ્યા હતા. ત્યાર બાદ હસતા મોઢે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રોથી બહાર નીકળ્યા હતા. ત્યારે પરીક્ષાામાં કોઈ વિધ્ન આવ્યું ન હતું. જેથી લાખો ઉમેદવારો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ અડચણ વગર પૂર્ણ થઈ છે.

ગુજરાત સરકારે સફળતાથી મોટું અભિયાન પાર પાડ્યું છે. સરકાર પર પેપરલીકનો જે દાગ અગાઉની પરીક્ષા પર લાગ્યો હતો, તે આ પરીક્ષામાં લાગવા ન દીધો. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ જ તલાટીની પરીક્ષા વિધ્ન વગર પૂર્ણ થઈ હતી. પંચાયત પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની મહેનત રંગ લાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.