શાળા-કોલેજે વાહન લઈને જતા વિધાર્થીઓ ધ્યાન રાખજો, પોલીસની ઝપટે ચડ્યા તો ચૂકવવો પડશે મસમોટો દંડ

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અંડરએજ વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં સગીર વાહનચાલક ટુ-વ્હીલર(Two-wheeler) ચલાવતા ઝડપાશે…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અંડરએજ વાહનચાલકો સામે 15મી જૂનથી ખાસ ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં સગીર વાહનચાલક ટુ-વ્હીલર(Two-wheeler) ચલાવતા ઝડપાશે તો તેની પાસેથી 2 હજાર રૂપિયા જ્યારે તેના કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો 3 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે.

અમે તમને જણાવી દઈએ કે, તમામ પોલીસ સ્ટેશનના PI તેમ જ સ્ટાફના માણસો બુધવારથી શરૂ થનારી અંડર એજ અને ડાર્ક ફિલ્મની ડ્રાઈવમાં જોડાશે. જોકે સૌથી વધારે સગીર વાહનચાલકો સ્કૂલો-કોલેજોમાંથી પકડાવાની શક્યતા હોવાથી દરેક PIને તેમના વિસ્તારમાં આવેલી સ્કૂલ-કોલેજ બહાર જ ઊભા રહીને સગીર વાહનચાલકોને પકડવા સૂચના આપવામાં આવી છે. જોકે આ ડ્રાઈવના પહેલાં દિવસ દરમિયાન જ ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસની 100 ટીમો જુદા જુદા વિસ્તારોમાં સગીર વાહનચાલકોને પકડવા કાર્યરત રહેશે.

આ અંગે ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવતા કહ્યું હતું કે, જો કોઈ સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ-વ્હીલર ચલાવતા પકડાશે તો તેની પાસેથી 2 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે અને જો ટુ વ્હીલર કરતાં મોટું વાહન ચલાવતા પકડાશે તો 3 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરાશે.

આ ડ્રાઈવ 15 જૂનથી શરૂ થશે અને 21 જૂન સુધી ચાલુ રહેશે. આવી જ રીતે ગાડીના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવી ફરતા લોકો સામે પણ 15થી 21 જૂન સુધી ડ્રાઈવ ચાલુ રહેશે. જેમાં ડાર્ક ફિલ્મ લગાવીને પ્રથમ વખત કાર ચલાવતા પકડાશે તો 500 રૂપિયા અને બીજી વખત પકડાશે તો 1 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *