ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે- સરકારી શાળામાં એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ધો.1થી 8ના વિદ્યાર્થીને ભણાવવા મજબૂર

ગુજરાત(Gujarat): રાજ્યના ગામડા વિસ્તારોમાં શિક્ષણ ખાડે ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ(Gondal) તાલુકાના દેરડીકુંભાજી(Deradikumbhaji) ગામે સરકારી પ્રાથમિક શાળા(Government Primary School)માં ધોરણ…

ગુજરાત(Gujarat): રાજ્યના ગામડા વિસ્તારોમાં શિક્ષણ ખાડે ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, ગોંડલ(Gondal) તાલુકાના દેરડીકુંભાજી(Deradikumbhaji) ગામે સરકારી પ્રાથમિક શાળા(Government Primary School)માં ધોરણ 1થી 8ના 68 વિદ્યાર્થી વચ્ચે એકમાત્ર શિક્ષણ ભણાવી રહ્યા છે. આ શાળામાં શિક્ષક ગણો કે પ્રિન્સિપાલ બંને એક જ છે. દેરડીકુંભાજી ગામની સરકારી પ્રાથમિક શાળામાં આમ તો ગોંડલના રાજા ભગવતસિંહજીના સમયથી છે, પરંતુ અત્યારે આ સ્કૂલની હાલત અત્યંત દયનીય હાલતમાં છે.

આ શાળામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એટલે કે ટોટલ 68 જેટલા વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો 68 વિદ્યાર્થી વચ્ચે માત્ર એક જ શિક્ષક ધીરુભાઈ અભ્યાસ કરાવી રહ્યા છે અને તેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે. હાલમાં આ શાળામાં 5 શિક્ષકની જગ્યાઓ ખાલી છે, પરંતુ છેલ્લા એક વર્ષથી આ શાળામાં શિક્ષકોની ભરતી ન કરવામાં આવતા ધીરુભાઈ પર શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસનો ભાર છે. ત્યારે આ અંગે વાલીઓએ પણ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી, એટલે અમે ખાનગી શાળામાં અમારાં બાળકોને ભણાવી શકતા નથી, આથી અમે સરકારી શાળામાં જ અમારાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છીએ.

અમે તમને જણાવી દઈએ કે, દેરડીકુંભાજી ગોંડલ તાલુકાનું મોટું ગામ છે અને જો વાત કરવામાં આવે તો આ ગામ ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું ગણવામાં આવે છે. આજુબાજુના ગામમાં કેન્દ્રનું ગામ દેરડીકુંભાજી ગામ ગણવામાં આવે છે, આથી જ આ ગામમાં રાજાશાહી વખતથી શાળાઓ આવેલી છે. જોકે બદલાતા સમયની સાથે સાથે અહીં શિક્ષણ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડી રહ્યું છે. જણાવી દઈએ કે, 31મે 2021 સુધી અહીં સુધી શાળામાં પૂરતા શિક્ષકો હતા, પરંતુ ત્યાર પછી એક શિક્ષક વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા અને જ્યારે અન્ય શિક્ષકની બદલી થઈ હતી, આથી અહીં માત્ર ધીરુભાઈ એક જ શિક્ષક તરીકે વધ્યા છે, તેમના પર તમામ ધોરણના અભ્યાસની જવાબદારી આવી છે.

ધીરુભાઈ બ્રેઇલ લિપિ પુસ્તકની મદદ લઈને વિદ્યાર્થીઓને ભણાવે છે. પોતાના ગામમાં આવેલી શાળાની ખરાબ પરિસ્થિતિથી ગામના સરપંચ શૈલેષભાઈ ખાતરા પણ ચિંતિતિ હોય તેવું લાગી રહ્યું છે. આ અંગે શૈલેષભાઈએ જણાવતા કહ્યું હતું કે આ અંગે મારા દ્વારા અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. જોકે આમ છતાં પણ અહીં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ગામલોકો દ્વારા પણ અનેક વખત ફરિયાદો કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ ભરતી કરવામાં આવી નથી.

શાળામાં અભ્યાસ કરાવતા ધીરુભાઈ જાહોલિયાએ જણાવતા કહ્યું હતું કે, હાલ દેરડીકુંભાજીમાં હું પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ નિભાવું છું. ધોરણ 1થી 8માં કુલ 68 વિદ્યાર્થીની સંખ્યા છે. જેમ જેમ જૂના શિક્ષકો નિવૃત્ત થતા ગયા પરંતુ હજુ સુધી પણ નવા શિક્ષકોની ભરતી થઈ નથી. આ શાળામાં પ્રવાસી શિક્ષકો તરીકેની ભરતી થાય એની દરખાસ્ત સરકાર સમક્ષ કરવામાં આવી છે. હું પ્રજ્ઞાચક્ષુ છું એટલે બ્રેઇલ લિપિના માધ્યમથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને ભણાવું છું. બાકીના ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રવાસી શિક્ષકો શાળામાં મૂકવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *