ઉત્તરાયણ બાદ અબોલ પક્ષીઓના મોત ન થાય એ હેતુસર સુરતનાં 2 યુવાનોએ મળીને શરુ કરી અનોખી પહેલ

થોડા દિવસ પહેલાં જ પતંગોનો તહેવાર એટલે કે, ઉત્તરાયણનો તહેવારની ઉજવણી તમામ લોકોએ કરી હતી ત્યારે ઘણીવાર વૃક્ષમાં અથવા તો કેટલીક જગ્યાએ દોરી ફસાઈ જવાને…

થોડા દિવસ પહેલાં જ પતંગોનો તહેવાર એટલે કે, ઉત્તરાયણનો તહેવારની ઉજવણી તમામ લોકોએ કરી હતી ત્યારે ઘણીવાર વૃક્ષમાં અથવા તો કેટલીક જગ્યાએ દોરી ફસાઈ જવાને લીધે પક્ષીઓના મોત થતાં હોય છે. આની માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

પતંગના નકામા કુલ 80 કિલો દોરા એકત્ર કરીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉતરાયણનાં તહેવાર પછી વૂક્ષ, ઘર અથવા તો બ્રિજ પર લટકતા દોરાથી પક્ષીઓના મોત ન થાય જેથી તેને હટાવવા માટે અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

ઉત્તરાયણનાં ઉમંગમાં લોકોએ માનવતાને ભૂલી જઈને કેટલાય નિદોષ પંક્ષીઓએ પતંગના દોરાના લપેટમાં પોતાના જીવ ગુમાવ્યા છે. પતંગની દોરી હટાવવાનું તંત્ર દ્વારા કોઇ આયોજન ન હોવાને લીધે કેટલાક પક્ષીઓ  વૂક્ષ અથવા તો બ્રિજ પર લટકતી દોરીનો ભોગ બનતાં હોય છે ત્યારે સુરતના બે યુવાનોની ટીમની સાથે નવતર પ્રયોગ કરીને તેમને કુલ 80 કિલો દોરીના ગુચ્છાનો નાશ કર્યો હતો. આ દોરાઓને હટાવવા એક અનોખી યુકતી અજમાવવામાં આવી છે.

શહેરના પાલ વિસ્તારમાં રહેતા બોની લાલણ, નિરજ લાલણ તેમજ તેમના સાથી મિત્રોએ અનેકવિધ વિસ્તારોમાં કુલ 250 જેટલા બેનર લગાવીને જાહેરાત કરી હતી કે, વિવિધ જગ્યાએ લટકતા નકામા પતંગના દોરા અમને આપો અને વળતર રૂપે એક કીલો દોરાના રૂપિયા 101 રોકડ ઇનામ લઈ જાઓ.

આમ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દોરીના ગુચ્છાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. 100 ગ્રામ દોરા હોય તો પણ સ્થળ પર લેવા માટે જતા હતા. નીરજ લાલણ જણાવે છે કે, પતંગના નકામાં દોરા- ગુચ્છા અમે અનેક જગ્યાએ સેન્ટરો ઊભા કરી હતી તથા કેટલીક જગ્યાએ રૂબરૂ વજન કરીને એક કિલોના 101 રૂપિયા ચુકવવામાં આવ્યા છે.

આમ માત્ર 5 દિવસમાં અમારી પાસે કુલ 80 કિલોથી પણ વધુ ગુચ્છા એકત્ર કરીને એનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ કુલ 8,000 થી પણ વધારે રકમ ચુકવવામાં આવી હતી. આ ઉમદા કાર્યની પ્રેરણા એમણે જૈનાચાર્ય મુનીચન્દ્રસૂરિશ્વરજી મહારાજ પાસેથી મળી હતી.

પતંગની દોરીથી દર વર્ષ આવાં પ્રકારની બનતી ઘટનાને કારણે ઇજાગ્રસ્ત પક્ષીઓને જોઇને આત્મા ખુબ દુ:ખી થતો હતો. એવા સમયમાં બિલિમોરામાં નિલેશભાઇએ આવાં પ્રકારની સ્કીમ ચાલુ કરી હતી કે, જેમાંથી પ્રેરણા લઈને શાસ્ત્ર સંશોધક મુનીચન્દ્રરિશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ પ્રેરણાથી આ કાર્યની શરૂઆત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *