હાઈવે પર મુસાફરોથી ભરેલ બસમાં અચાનક જ ભભૂકી ઊઠી આગ, દુર-દુર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા

હાલમાં સતત વધતી જઈ રહેલ માર્ગ અકસ્માતની ઘટનાની સાથે જ આજ્ઞા બનાવોમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ કઈક…

હાલમાં સતત વધતી જઈ રહેલ માર્ગ અકસ્માતની ઘટનાની સાથે જ આજ્ઞા બનાવોમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ કઈક જાણકારી સામે આવી છે. પુણેથી રાજસ્થાન તરફ જઈ રહેલ લક્ઝરી બસમાં વહેલી સવારમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર આણંદ પાસેથી પસાર થઈ રહી હતી.

આ દરમિયાન બસમાં અચાનક જ આગ લાગી ઉઠતા બસચાલકે બસને ઉભી રાખી દીધી હતી. બસમાં સવાર મુસાફરો બસમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા તેમજ જોતજોતામાં બસમાં આગ ભભુકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ આણંદ ફાયર બ્રીગેડના લશ્કરોએ ઘટનાસ્થળ પર પહોંચીને આગને કાબુમાં લીધી હતી.

મળી રહેલ જાણકારી પ્રમાણે રાજલક્ષ્મી ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ પુણેથી મુસાફરો ભરીને રાજસ્થાનમાં આવેલ ભીલવાડા તરફ જઈ રહી હતી. આ લક્ઝરી બસ સવારમાં 7 વાગ્યાના સુમારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર આણંદ પાસેથી પસાર થઈ રહી હતી.

આ સમયે અચાનક લક્ઝરી બસમાં ભયંકર આગ લાગી હતી. બસમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા મુસાફરોમાં ડર તેમજ દહેશત ફેલાઈ ગઈ હતી. સ્થિતિનો તકાજો પામેળ લક્ઝરી બસના ડ્રાઈવરે તાત્કાલિક બસને રોડની બાજુમાં ઉભી કરી રાખી દીધી હતી.

બસ ડ્રાઈવર સહિત બધાં જ મુસાફરો બસમાંથી બહાર નીકળીને સુરક્ષિત સ્થળે ચાલ્યા ગયા હતા. આ દરમિયાન જોતજોતામાં લક્ઝરી બસ સંપૂર્ણ આગની ઝપેટોમાં આવી ગઈ હતી. બસ પણ ભડભડ સળગી ઉઠી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ આણંદ ફાયર બ્રીગેડના લશ્કરો સહદેવ રાઠોડ, નીલેશ ઠાકોર, જયેશ ઠાકોર, મયુર ચૌહાણ, રઘુવીર પઢીયાર, અવિનાશ પરમાર સહિત ફાયર ફાઈટર લઈને ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

આની સાથે જ આણંદ ફાયર બ્રીગેડના લશ્કરોએ આગની જ્વાળામાં ફેરવાયેલ બસ પર પાણીનો મારો ચલાવીને લગભગ 3 કલાકની જહેમત પછી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આકસ્મિક આગની ઘટનાને લઈ હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.

જો કે, આગ ઓલવાયા પછી ધીરે-ધીરે ટ્રાફિક પુનઃ શરુ થઈ ગયો હતો. બસમાં સવાર 25 સ્ત્રી-પુરુષો તથા બાળકોને બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયાં હતા.

આગ ઓલવવાની કામગીરી વખતે ફાયર માર્સલો નીલેશભાઈ ઠાકોર, સહદેવભાઈ રાઠોડ, જયેશ ઠાકોર, મયુર ચૌહાણ, રઘુવીર પઢીયાર અને અવિનાશ પરમારને બસની કામગીરી દરમિયાન પહેલા 50,000 અને ત્યારપછી ફરી 50,000 એમ કુલ 1 લાખ રૂપિયા મળ્યા હતા. જે તેઓએ મૂળ માલિકને પરત આપતાં બસના મુસાફરોએ એમની પ્રમાણિક્તાને બીરદાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *