Ankleshwar Accident: રાજ્યમાં સતત અકસ્માતોની વણઝાર વધતી જાય છે. ત્યારે અંકલેશ્વરના ખરોડ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે કોલેજ જઇ રહેલા બે યુવકોને (Ankleshwar Accident) ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જે બાદ આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2 યુવકનું ઘટનાસ્થળે મોત
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ખરોડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોપેડ લઇને કોસંબા કોલેજ જઇ રહેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 18 વર્ષીય હર્ષ વસાવા અને 19 વર્ષીય ધ્રુમીલ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બંને યુવકો દઢાલ ગામના હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ અકસ્માતના પગલે થોડીવાર તો અફરાતફરી મચી ગઈ હતી.લોકોનું ટોળું ઘટનાસ્થળે એકત્ર થઇ ગયું હતું. બાદમાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામના બે યુવાનના મોતથી દઢાલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App