Sabarkantha Accident: રાજ્યભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થઈ રહ્યાં છે. જેનો આંકડો દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. ત્યારે સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બે બાઇક વચ્ચેની આ ટક્કર એટલી (Sabarkantha Accident) જોરદાર હતી કે, બંને બાઇકના ફુરચેફુરચા ઉડી ગયા છે. જણાવી દઈએ કે, આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માતને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે બાઈક વચ્ચે અકસ્માત
મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના ગાંભોઈ ભિલોડા સ્ટેટ હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાથરોલ ગામ વચ્ચે બે બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. તેમા બાઇક સવારના મોત થયા છે. અકસ્માત થવાના પગલે તરત જ લોકોના ટોળા વળ્યા હતા.
લોકોએ અકસ્માતનો ભોગ બનેલા યુવકોને બચાવવા માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી.108એ આવીને અકસ્માતનો ભોગ બનેલા યુવકોને સારવાર આપી હતી, પરંતુ આમ છતાં પણ બે યુવકોને બચાવી શકાયા ન હતા અને એકને પ્રાથમિક સારવાર આપી ગંભીર ઇજાની સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બે યુવકોના ઘટનાસ્થળે જ મોત
અકસ્માતની જાણ થવાના પગલે ગાંભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે અકસ્માતનો ભોગ બનેલા બંને યુવકોનું પંચનામુ કરીને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. અંધારુ અને ઓવરસ્પીડ મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત બંને અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તા પરથી દૂર કરીને પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
હજુ 3 દિવસ પહેલા પણ આવી ઘટના સામે આવી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અંધારું અને ઓવરસ્પીડ મૃત્યુનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત બંને અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તા પરથી દૂર કરીને પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. .ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર છેલ્લા ત્રણ દિવસથી સતત અકસ્માત થઈ રહ્યા છે. અગાઉ સાબરકાંઠા વડાલીના ધરોડ પરના અકસ્માતમાં એકનું મોત થયું છે. આ અકસ્માત ધરોડના જૂના ચામુ રોડ પર થયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App