ગુજરાત(Gujarat): બોરસદ(Borsad) શહેરમાં ધોરણ 12 કોમર્સની બોર્ડ પરીક્ષા(12 Commerce Board Exam)ની તૈયારી કરી રહેલી ક્રિષ્ના પંડયાના માતાનું સોમવારના રોજ બપોરે મૃત્યુ થયું હતું. મહત્વની વાત તો એ છે કે, દીકરી ક્રિષ્ના માતાને અગ્નિદાહ આપ્યાના 20 કલાક પછી મંગળવારના રોજ બોર્ડની પરીક્ષા આપવા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોરસદના બ્રાહ્મણવાડાના દીક્ષિત ફળિયામાં રહેતી ક્રિષ્ના વિજયભાઈ પંડ્યા જે ધો-12 કોમર્સમાં અભ્યાસ કરે છે તેની માતા ઉમાબેન સોમવારના રોજ તેઓ અચાનક જ કોઈ કુદરતી કારણસર નિધન થતાં ઘર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
જો વાત કરવામાં આવે તો ધોરણ 12 કોમર્સની એમ.ઈ.ટી.હાઈસ્કૂલ ખાતેના કેન્દ્ર પર પરીક્ષાને લઈને સ્વજનો અને સ્નેહીજનો બધા ચિંતા કરતા હતા ત્યારે વિદ્યાર્થીનીને પણ હિંમત દાખવી અને મંગળવારથી શરૂ થતી પરીક્ષા આપવાની શરૂઆત કરી હતી અને તેણે જણાવતા કહ્યું હતું કે, મારી માતાની ખૂબ જ ઈચ્છા હતી કે હું સારું ભણુ જેથી સારું પરિણામ લાવી તે જ મારા મમ્મીને સાચી શ્રદ્ધાંજલિ છે હાલ પરીક્ષા ચાલતી હોય અને ઘરમાં નિધન થયેલ હોય અન્ય વિધિ પણ ચાલુ હોય ત્યારે તેના પરિવાર દ્વારા પરીક્ષામાં ખલેલ ન પહોંચે તેની તમામ પ્રકારની તકેદારી લેવામાં આવી છે.
મહત્વનું છે કે, માતાનું નિધન થયું તેમ છતાં પણ દીકરીએ હિંમત ન હારી અને માતાને અગ્નિદાહ આપ્યાના 20 કલાક બાદ દીકરી બોર્ડની પરીક્ષા આપવા કેન્દ્ર પર આવી પહોંચી હતી. આ હિંમત જ જિંદગીમાં કઈ કરવાની રાહ દેખાડતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.