ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો, સુરતમાં દીકરાની છઠ્ઠી પ્રસંગમાં નાચતા-નાચતા પિતાનું મોત- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): શહેરના કોસાડ(Kosad) ગામથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો દીકરાની છઠ્ઠીના દિવસે દીકરાનું નામ કરણ થઈ રહ્યું…

સુરત(Surat): શહેરના કોસાડ(Kosad) ગામથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો દીકરાની છઠ્ઠીના દિવસે દીકરાનું નામ કરણ થઈ રહ્યું હતું અને આ વચ્ચે નાચતા-નાચતા જ અચાનક પિતાનું મોત થતા જોત જોતામાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના કોસાડ ગામમાં રહેતા કિરણ ઠાકુર ઘરે હાલમાં જ દીકરાનો જન્મ થયો હતો. આ દરમિયાન ગઈકાલે દીકરાની છઠ્ઠીના પ્રસંગે નામકરણ કરવામાં આવી રહ્યું હતું. આ પ્રસંગે ઘરે બધા મહેમાનો પણ હાજર હતા. દીકરાનો જન્મ થયો હોવાને કારણે ઘરમાં ખુબ જ ખુશીનો માહોલ હતો.

આ દરમિયાન નાચતાં-નાચતાં અચાનક જ પિતા કિરણ ઠાકુર બેભાન થઇ ગયા હતા. ત્યારબાદ બેભાન થયેલા કિરણભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબો દ્વારા કિરણભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, અચાનક બનેલી આ કરુણ ઘટનાને કારણે પરિવારમાં માતમ છવાય ગયો છે. દીકરાના જન્મની ખુશીમાં દુઃખમાં ફેરવાઈ ગઈ છે. આ ઘટનામાં પિતા કિરણ ઠાકુરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તબીબો દ્વારા મૃતકના જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સ્પષ્ટ કારણ સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *