માંગરોળમાં બોલેરો અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

Mangol Accident: માંગરોળ તાલુકાના ડુંગરી ગામે મુખ્ય માર્ગ પર આમનડેરા ગામના બાઈક ચાલક યુવકને બોલેરો ગાડીના ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે યુવકનું મોત (Mangol Accident) નિપજ્યું હતું. જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

અકસ્માતમાં યુવકનું થયું મોત
આ અંગે મળતી માહિતી મુજબ, આમનદેરા ગામે રહેતા 20 વર્ષીય નિતેશ ભગવાનભાઈ વસાવા GJ-5-EM-8321 નંબરવાળી બાઇકને લઈને પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે રોંગ સાઈડએ આવેલી . GJ-01-JT-1263 બોલેરોએ ગફલતભરી રીતે ચલાવી ટક્કર મારી હતી.

નિતેશભાઇને જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરના બીજા ભાગોમાં ઇજા પહોંચાડતા તેનું મોત થયું હતું. નિતેશ વસાવા તેના મામાની બાઈક લઈને કીમ નજીક જીઆઇડીસીમાં નોકરી પર ગયો હતો અને રાત્રે 8:00 કલાકે પરત ઘરે આવી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી
જે બાદ આ અંગે પોલીસને જાણ થતા પોલીસની ટિમ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ આ આયુવકને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ડોકટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે આ ઘટનાના પગલે પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. તેમજ મૃતકની માતા લક્ષ્મીબેને આ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.