Fake chili caught in Vadodara: રસોઈ ઘરમાં આગવું સ્થાન ધરાવતું મરચું અને જીરા પાવડરનો ઉપયોગ કરવો પણ હવે આરોગ્ય માટે જોખમરૂપ બન્યો છે. મધ્ય ગુજરાતના સૌથી મોટા ગણાતા કરિયાણા માર્કેટ હાથીખાનામાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડી શંકાસ્પદ મરચાં, ધાણા જીરૂં, હળદર, તથા મસાલાનો(Fake chili caught in Vadodara) જથ્થો પકડી પાડી આઠ જેટલા નમૂના લઇને પાલિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી સહીત FSLમાં તપાસ અર્થે મોક્લવામાં આવ્યા છે.દરોડા દરમિયાન દુકાનોમાંથી કલર અને લાકડાનો વેર મિશ્રિત મરચું અને જીરા પાવડર મળી આવ્યો હતો. જે આરોગ્ય માટે હાનિકારક 150 કિલો મરચું અને જીરા પાવડરનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુ નફો રળવા ભેળસેળવાળા મરી-મસાલાનો વેપાર
મળતી માહિતી અનુસાર કોર્પોરેશનના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે, હાથીખાના માર્કેટમાં આવેલી જથ્થાબંધ અને છૂટક મરી-મસાલાનો વેપાર કરતા બે દુકાનદારો દ્વારા ભેળસેળયુક્ત મરચું-જીરા પાવડર સહિત અન્ય મરી-મસાલો વેચાણ કરવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગે વડોદરા સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ (SOG)ની મદદ લઇ બંને અલગ-અલગ ટીમ બનાવી દુકાનોમાં સંયુક્ત દરોડા પાડ્યા હતા.
મરચું-જીરા પાવડર આરોગ્ય માટે હાનિકારક
કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગના ઇન્સ્પેકટર જીતેન્દ્ર ગોહિલે જણાવ્યું કે, હાથીખાનામાં આવેલી ગુરૂકૃપા ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. જેના માલિક પહેલાજ આસનદાસ નહેલાની (રહે. એ-2, ફ્લેટ નંબર-502, દેવનારાયણ સોસાયટી, વારસીયા) આ ઉપરાંત હાથીખાનામાં આવેલી અન્ય એક મરી-મસાલાની રાધિકા મસાલા નામની દુકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેના માલિકકનું નામ કમલેશ પરસરામ અલવાણી (રહે. 29-એ, દર્શનમ સ્પેલ્ન્ડાેરા, વાસણા-ભાયલી રોડ, વડોદરા) આરોગ્ય માટે હાનિકારક મરચું-જીરા પાવડરનો 150 કિલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તેમજ પ્રાથમિક તપાસમાં મરચું-જીરા પાવડરમાં કલર અને લાકડાના વેરનું ભેળસેળ જણાઈ આવે છે. તે જ રીતે અન્ય એક રાધિકા મસાલા નામની દુકાનમાંથી પણ મરચું પાવડર સહિતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બંને દુકાનોમાંથી આરોગ્ય માટે હાનિકારક મરચું-જીરાનો પાવડર સહિત વિવિધ મરી-મસાલાના નમૂના લેવામાં આવ્યા છે અને આ નમૂનાને પૃથકરણ માટે કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.
બજારમાં મસાલાઓની વધતી માંગના કારણે મસાલામાં ખૂબ જ ભેળસેળ આવે છે. આવા મસાલા ખાવાથી આપના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. તો આવો જાણીએ કઈ રીતે અસલી અને નકલી મસાલાની ભેળસેળને ઓળખીશું.
1. હળદર : બજારમાં મિલાવટ વાળી નકલી હળદરનો પાવડર મળી રહે છે. હકીકતમાં જોઈએ તો અમુક દુકાનદારો પોતાનો ફાયદો કરવા માટે હળદરમાં મેટાનીલ યેલો કેમિકલ ભેળવી દેતા હોય છે. ત્યારે આવા સમયે અસલી અને નકલીની ઓળખાણ થવી જોઈએ. હળદર પાવડરમાં થોડો હાઈડ્રોક્લિરિક એસિડ મિક્સ કરીને તેને પાણીમાં નાખો. જો હળદરનો રંગ લીલો, ગુલાબી અથવા રીંગણી થાય જાય તો સમજવું કે હળદર નકલી છે
2. લાલ મરચું પાવડર : લાલ મરચાંના પાવડરમાં પણ ખૂબ જ મિલાવટ થાય છે. તેના માટે દુકાનદાર લાલ મરચાને પીલીને તેમાં ઈંટનો ભૂકો અથવા તો ડાઈ કલરનો ઉપયોગ કરે છે. જે ખાવામાં આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આથી આપ લાલ મરચાની ઓળખ માટે તેને પાણીમાં મિક્સ કરો. અસલી લાલ મરચું પાણીમાં તરવા લાગે છે જ્યારે નકલી મરચું પાણીમાં ડૂબી જાય છે.
3. ધાણા જીરું પાવડર : ધાણા પાવડર ફેક કે રિયલ હોય છે. તેની ઓળખાણ કરવી ખૂબ જ જરૂરી હોય છે. કેમ કે તેના મિલાવટ માટે દુકાનદારો લોટનો ભૂકો, પશુઓને ખાવાનો ભૂસું પીસીને મિક્સ કરી દેતા હોય છે. તો આવા સમયે આપ એક ગ્લાસ પાણીમાં ધાણા જીરું પાવડર નાખો. અસલી ધાણા જીરું પાવડર હશે તો પાણીમાં નીચે બેસી જશે અને જો નકલી હશે તો પાણી ની ઉપર તરશે. સાથે જ તેને સૂંઘીને પણ તેની ગંધથી તમે અસલી નકલી વચ્ચેનો ભેદભાવ ઓળખી શકો છો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube