અમદાવાદ શહેરમાં ફરીથી પોલીસનો એક તોડકાંડ સામે આવ્યો છે. જેમાં ચિલોડા નજીક ચેક પોઈન્ટ પર ઉભેલા પોલીસકર્મીઓએ દિલ્હીના એક યુવકને દારૂની એક બોટલ સાથે પકડ્યો હતો. દારૂની બોટલ સાથે પકડાયેલા યુવક પાસેથી રૂપિયા 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. પોલીસે ઓનલાઇન 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે પોલીસકર્મીઓ તોડ ન કરે એ બાબતે અમદાવાદ કમિશ્નર જી એસ મલીકે અનેક પોલીસકર્મીઓના ટ્રાન્સફર કર્યા હતા તો કેશીયરી કરતા કર્મચારીઓને પણ એક છેદથી બીજા છેડે નાખી દીધા હતા. છતાં અમદાવાદના અમુક પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસનું નાક કપાવવા જ નોકરી કરી રહ્યા હોય એવું વર્તન કરી રહ્યા છે. ત્યારે વર્લ્ડકપની મેચ જોવા આવેલા એક દિલ્હી વાસી યુવકને ડીજીટલ તોડબાજીનું શિકાર બનવું પડ્યું છે.
ઘટના એવી છે કે, નાના ચિલોડા પોલીસે દિલ્હીના એક યુવકને દારૂની એક બોટલ સાથે પકડ્યો હતો. દારૂની બોટલ સાથે પકડાયેલા યુવક પાસેથી રૂપિયા 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. પોલીસે ઓનલાઇન 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા એન પહેલા તો પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને યુવકને પોલીસે આસપાસના વિસ્તારમાં જ ગોળ-ગોળ ફેરવ્યો હતો. દિલ્હીથી આવેલ યુવક માટે અમદાવાદ અજાણ્યું હોવાથી તેને શહેર બાબતે માહિતી ના હોવાથી પોલીસ સાથે ફર્યો હતો. તે બાદ પોલીસે ઓનલાઇન 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. પ્રવાસી સાથે પોલીસના આવા વર્તનથી યુવક ખુબ નારાજ થયો હતો.
આ યુવકને તોડ કરનાર પોલીસ કર્મી અને તેના ચારથી પાંચ સાથીઓએ ભેગા મળી બે લાખથી શરુ કરીને ભાવતાલ કરતા કરતા શરુઆતમાં એક લાખ ચાલીસ હાજર થી ધીમે ધીમે 20 હજારની રકમ માંડવાલી માટે નક્કી કરીને ગુગલ પે ના માધ્યમથી ખંડવામાં આવ્યા હતા. રકમ લેનાર ગુગલ પેમાં નામ હડીયોલ અરુણ ભરતસિંહ આવતું હોવાની માહિતી સામે આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં થોડા સમય અગાઉ જ એસપી રીંગ રોડ પર આવેલા ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી ઘરે જઈ રહેલ દંપતીને વાહન ચેકીંગના બહાના હેઠળ રોકીને રૂપિયા 60 હજાર પડાવી લેવાના મામલો સામે આવ્યો હતો. જેની હાઈકોર્ટે પણ નોંધ લેતા પોલીસ કર્મચારી દ્વારા કરવામાં આવેલા તોડકાંડની પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ નોંધનીય કાર્યવાહી કરી હતી. છતાં તોડબાજ પોલીસ કર્મચારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા તેવું દેખાઈ રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube