સુરતમાં કેરલા સ્ટોરી? ‘નિકાહ નહીં કરેગી તો માર દૂંગા’ કહેનાર યુસુફખાન વિરુદ્ધ એટ્રોસીટી અને ધમકીની ફરિયાદ

Surat vidharmi hindu yuvati mental torture: સુરત (Surat) શહેરમાં હિન્દુ યુવતીને બળજબરીપૂર્વક નિકાહ કરાવતી ઘટના પ્રકાશમાં આવી છે. યુસુફ ખાન નામનો યુવક (vidharmi) હિન્દુ યુવતીને…

Surat vidharmi hindu yuvati mental torture: સુરત (Surat) શહેરમાં હિન્દુ યુવતીને બળજબરીપૂર્વક નિકાહ કરાવતી ઘટના પ્રકાશમાં આવી છે. યુસુફ ખાન નામનો યુવક (vidharmi) હિન્દુ યુવતીને માનસિક રીતે ત્રાસ આપી નિકાહ કરવા દબાણ કરી રહ્યો હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી યુસુફ ખાન હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. જાણવા મળ્યું છે કે હિન્દુ યુવતી આરોપી સાથે જ નોકરી કરતી હતી. નોકરી પછી પણ આરોપી યુસુફ યુવતીનો પીછો કરતો હતો. આખરે અસહ્ય ત્રાસથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. યુવતીની ફરિયાદ મળતા જ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતના લાલ દરવાજા નજીક શાહપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી દવાની એજન્સીમાં પીડિત યુવતી નોકરી કરતી હતી. જ્યારે હોળી બંગલા વિસ્તારમાં રહેતો યુસુફ જમાલ ખાન આપી દીધા સાથે જ નોકરી કરતો હતો. પોલીસને મળેલી ફરિયાદના આધારે, આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી રહ્યો હતો. પરંતુ યુવતી કટ્ટર હિન્દુ હોવાથી તેને યુસુફ પ્રત્યે કોઈ લાગણી ન હતી. તેમ છતાં આરોપી યુસુફે યુવતીને હેરાન કરવાનું છોડ્યું નહીં અને સતત દબાણ કરતો રહ્યો.

બાથરૂમ સુધી પહોંચી જતો આરોપી

પીડિત યુવતી ની ફરિયાદ અનુસાર, 15 દિવસ પહેલા યુવતી નોકરી પર હાજર હતી અને બાથરૂમ જઈ રહી હતી તે દરમિયાન પણ યુસુફે તેનો પીછો કર્યો હતો અને બાથરૂમ સુધી પહોંચી ગયો હતો. પીડીતાએ અંગે ફરિયાદ પણ કરી હતી, જેને પગલે તેણે યુસુફને ધમકાવ્યો પણ હતો.

“ક્યા મસલા હૈ, બોલતી ક્યુ નહીં”

આ બનાવના થોડા સમય પછી જ યુસુફે નાપાસ કરતુંતો ફરીથી શરૂ કરી દીધી હતી. નોકરી સમયે યુસુફ અવારનવાર યુવતી સાથે દબાણપૂર્વક ન કરવાનું કરતો. અને વારંવાર પીડિતાને પૂછતો “ક્યા મસલા હૈ બોલતી ક્યુ નહીં”. યુવતી વારંવાર યુસુફના નિકાહ કરવાના શબ્દોથી માનસિક ત્રાસ અનુભવતી હતી.

ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, પીડિત યુવતીના માતા પિતા થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામ્યા હતા. હાલ પીડિત યુવતી તેના ભાઈ બહેન સાથે રહે છે. યુસુફના અસહ્ય ત્રાસથી પીડિતાએ નોકરી પણ છોડી દીધી હતી. તેમ છતાં યુસુફ વારંવાર પીડિતાને ફોન કરીને હેરાન કરતો હતો. છેવટે કંટાળીને પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાના પરિવારને ઘટનાની જાણ થતા જ તેમણે તેમના સમાજના અગ્રણીઓને અને વિશ્ર્વ હિન્દુ પરિષદ સુર્યપુર જીલ્લાની ટીમ સાથે લગભગ 40 થી 50 સભ્યો લાલગેટ પોલીસ સ્ટેશનને આવી ગયાં. જે બાદ વિશ્ર્વ હિન્દુ પરિષદની ટીમ અને પરિવારે યુવતીને હિંમત આપતા યુવતીએ આરોપી યુસુફ જમાલ ખાન વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વકિલ કિંજલ જરિવાલાની દલીલો
મળતી માહિતી અનુસાર લાલગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ શરૂઆતમા હિન્દુ યુવતીને ફકત અરજી કરવાનું જણાવ્યું હતું.તેવી સલાહ આપતાં આખરે મહોર ગરમ જોવાં મળ્યો હતો.અંતે વિશ્ર્વ હિન્દુ પરિષદ ના વકિલ કિંજલ જરિવાલા લાલગેટ પોલીસ સ્ટેશનને આવી સમગ્ર ઘટના જાણી હિન્દુ યુવતી સાથે બનેલી ઘટના અનુંસાર તમામ કલમો ઉમેરો કરવા દલીલો કરી.

સુરતમાં યુસુફખાન દ્વારા હિંદુ યુવતીને માનસિક ત્રાસ આપવાની ઘટનામાં પોલીસે યુવતીની ફરિયાદને ધ્યાને લઈ યુસુફ વિરુદ્ધ ઈ.પી.કો 354 ડી 506(2) અંતર્ગત ગુનો નોંધી FIR નોંધી છે, તો બીજી તરફ આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અંતર્ગત ગુનો નોંધી આગલની તપાસ ACP એમ.ડિ ઉપાધ્યાય સાહેબને સોપશે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *