MG ZS Electric કારના ફીચર્સ લીક: 6 સ્પીકર, 6 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા સાથે કરશે ધમાલ

ભારત નું ઓટોમોબાઈલ ક્ષેત્ર પાન દિવસે દિવસે પ્રગતી કરી રહ્યું છે. ભારતીય નાગરિકો પણ ધીરે ધીરે પોતાન વાહનોમાં લક્ષ્યુરીયસ સુવિધાઓ માંગવા માંડ્યા છે,તો આ તરફ…

ભારત નું ઓટોમોબાઈલ ક્ષેત્ર પાન દિવસે દિવસે પ્રગતી કરી રહ્યું છે. ભારતીય નાગરિકો પણ ધીરે ધીરે પોતાન વાહનોમાં લક્ષ્યુરીયસ સુવિધાઓ માંગવા માંડ્યા છે,તો આ તરફ ઇલેક્ટ્રિક વાહનો પણ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. ત્યારેબ્રિટિશ ઓટોમોબાઈલ કંપની MG (Morris Garages ) મોટર આજે 7 માર્ચે ભારત (India)માં ZS EV ફેસલિફ્ટેડ કાર લોન્ચ કરશે. આ એક સંપૂર્ણ ઇલેક્ટ્રિક કાર છે.

નિષ્ણાતો પાસેથી મળતી માહિતી મુજબ આ કારના મોડલમાં દમદાર બેટરી પેક મળશે, જેની રેન્જ પણ દમદાર છે. 2022 MG ZS EVની ડીલરશીપ પર પહેલાથી જ બુકિંગ શરૂ થઈ ગયું હતું. લોન્ચિંગ બાદ તેની ડિલિવરી આ મહિનાના અંતમાં શરૂ પણ થઈ જશે. જો કે, લોન્ચ પહેલા જ આ કારના ફીચર્સ અંગેની ડિટેલ લીક થઈ ગઈ છે.

ઑન-ડિમાન્ડ ઇન-કાર સર્વિસીઝ અને સબ્સ્ક્રિપ્શન્સનું ફીચર આપવામાં આવશે. આ ઉપરાંત ગાડીમાં Jio, Park Plus, Map My India અને Softpedia જેવા પ્રોવાઈડર્સની સર્વિસીઝ અને મેમ્બરશિપ પણ મળશે. સાથે સાથે આ વાહન 2022 MG ZS EV કંપનીના Car-as-a-Platform (CAAP) વિઝન પર બનાવવામાં આવી છે. અહી તમને સ્માર્ટ એન્ટ્રી સાથે સ્ટાર્ટ/સ્ટોપ બટન પણ મળશે તેમજ પેનોરેમિક સનરૂફ, પાવર-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઓટો-ફોલ્ડિંગ ORVM, ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ છે.

સાથે સાથે આ કાર માં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે 10.1 ઇંચની ટચસ્ક્રીન, 6 સ્પીકર, 5 USB પોર્ટ, ઇન-કાર કનેક્ટેડ ટેક,પુશ-બટન પણ આપવામાં આવ્યા છે.જેનો અનુભવ કાર ખરીદનાર ચલાવતી સમયે અનુભવી શકશે તેમજ સેફટી બાબતે પણ આ વખતે ખુબ ધ્યાન માં રાખવમાં આવ્યું છે.

વાત કરીએ તો, સેફ્ટી માટે 6 એરબેગ, 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ, એક લેધર ટિલ્ટ સ્ટીયરિંગ વ્હીલ, 7-ઇંચનું એલઇડી ક્લસ્ટર અને TPMS, લોન્ચ કંટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન અને રિયર ડિસ્ક બ્રેક, ડ્રાઇવ મોડ સહિત અન્ય ADAS ફીચર્સ પણ મળશે. આવનારા નવા મોડલના ચાર્જિંગ ટાઈમમાં પણ સુધારો થઈ શકે છે.

આ કાર ની બેટરી ફૂલ ચાર્જ થયા પછી એટલેકે સિંગલ ચાર્જ કરવા પર ડ્રાઇવિંગ રેન્જ લગભગ 480 કિમી સુધી ચલાવી શકાય એમ છે.બેટરી વિષે વધુ જાણકારી મેળવીએ તો,44.5 kWh બેટરી પેકને 51 kWhની મોટી સિસ્ટમ સાથે બદલવામાં આવ્યું છે. તે ફ્રન્ટ એક્સલ પર લાગેલી ઇલેક્ટ્રિક મોટર સાથે મળીને કામ કરે છે. તે 143 hpનો મેક્સિમમ પાવર અને 353 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે.જે ખુબ શક્તિશાળી કહી શકાય અને ધીરે ધીરે મોડેલ નવા આવ્યા બાદ  હજુ ઘણા નવા ફીચર્સ નો વધારો થઇ શકે એવા સંકેતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *