દોઢ મહિના બાદ ફરી મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ, જાણો આ વખતે કેટલા વધશે તેલના ભાવ

પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ની વધતી કિંમતો પર છેલ્લા દોઢ મહિનાથી મળી રહેલી રાહતના દિવસો હવે પૂરા થવાના છે. માર્ચમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ તેલ કંપનીઓ(Oil Companies) દ્વારા તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે કંપનીઓએ 22 માર્ચથી 5 એપ્રિલની વચ્ચે 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના સમાચાર સામે આવી રહ્યા છે.

સરકારની ચિંતા પણ વધી
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની સતત વધી રહેલી કિંમતો વચ્ચે તેલના દરને લઈને સરકારની ચિંતા પણ વધી ગઈ છે. કિંમતો પર લગામ લગાવવા માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં નવી નીતિ પણ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. અહેવાલ છે કે, આ વખતે પણ પેટ્રોલ અને ડીઝલ પર એક વખતના દરમાં વધારો કરવાને બદલે કંપનીઓ અનુક્રમે ભાવ વધારશે.

ડીઝલ પર આવકનું વધુ નુકસાન
પાર્ટનર ચેનલ ઝી બિઝનેસના રિપોર્ટ અનુસાર, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પેટ્રોલ કરતાં ડીઝલ પર વધુ આવક ગુમાવી રહી છે. OMCsને પેટ્રોલ પર 9 થી 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 23 થી 25 રૂપિયાની આવકનું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, કિંમત ઘટાડવા માટે સરકાર પેટ્રોલ અને ડીઝલમાં ઇંધણ અને ઇથેનોલ મિક્સ કરવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે.

કિંમત 4 રૂપિયા સુધી વધી શકે છે
આ સિવાય સરકાર ટેક્સમાં ઘટાડો, એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો અને રાજ્યોના વેટ ઘટાડવા જેવા ઘણા વધુ વિકલ્પોને ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓઇલ કંપનીઓ ખોટ ઘટાડવા માટે એક વખતના વધારાને બદલે ક્રમિક રીતે કિંમતો વધારવાની તૈયારી કરી રહી છે. આ વખતે ડીઝલના ભાવમાં 3-4 રૂપિયા અને પેટ્રોલમાં 2-3 રૂપિયાનો વધારો થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. છેલ્લા 43 દિલ્હીથી તેલના ભાવ એક જ સ્તર પર રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દેશમાં 80 ટકા તેલની આયાત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *