Hyundai Creta vs Mahindra Thar: આ દિવસોમાં ફોર વ્હીલર માર્કેટમાં SUV ગાડીનો જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે આને ધ્યાનમાં રાખીને, કાર ઉત્પાદક કંપનીઓ આ સેગમેન્ટમાં ગ્રાહકોને આકર્ષવાની કોઈ તક છોડવા માંગતી નથી. ત્યારે હાલમાં, Hyundai તેની હાઈ ડિમાન્ડ બાઇક Cretaનું નવું અપડેટેડ વર્ઝન(Hyundai Creta vs Mahindra Thar) લાવવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તેને 16 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ કરશે. જો આંકડાઓ પર નજર કરીએ તો ગત ઓક્ટોબરમાં Cretaના કુલ 13077 યુનિટ વેચાયા હતા.
ફ્રન્ટ ગ્રિલ, હેડલાઇટ અને રિયર ટેલલાઇટમાં નવો લુક
2024 Hyundai Cretaની પાવરટ્રેનમાં કોઈ નવા ફેરફાર કરવામાં આવ્યા નથી. કંપનીએ તેની ફ્રન્ટ ગ્રિલ, હેડલાઇટ અને રિયર ટેલલાઇટને નવો લુક આપ્યો છે. અને નવી Creta પહેલા કરતાં વધુ બોક્સી અને આરામદાયક દેખાશે.નવી કારમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ હશે, જે કારની ખૂબ નજીક આવે તો એલર્ટ આપે છે.
ઓટોમેટિક ટ્રાન્સમિશન અને હિલ હોલ્ડ અસિસ્ટ
2024 હ્યુન્ડાઈ Cretaમાં સરળ ટેલલેમ્પ છે. તેનો સાઈડ લુક જૂની Creta સાથે મેળ ખાય છે. કંપની દ્વારા નવા Cretaનું ઈન્ટીરીયર પહેલા કરતા વધુ સારું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. હાલમાં, બજારમાં ઉપલબ્ધ Creta પાછળના પાર્કિંગ સેન્સર્સ અને બે ટ્રાન્સમિશન, મેન્યુઅલ અને ઓટોમેટિક સાથે આવે છે, જે ભવિષ્યમાં પણ ઉપલબ્ધ રહેશે. નવી Creta કારમાં હિલ હોલ્ડ આસિસ્ટની વિશેષતા હશે, જે ઊંચાઈએ ડ્રાઇવિંગ કરતી વખતે કારને પાછળ હટતા અટકાવવામાં મદદ કરે છે.
Creta અને થાર વચ્ચેનો તફાવત
Hyundai Creta માર્કેટમાં Mahindra Thar સાથે હાલતો સ્પર્ધામાં છે.જો થાર વિશે વાત કરીએ તો, તે 4 સીટર SUV કાર છે, જ્યારે Cretaમાં 5 સીટ છે. થાર રૂ. 10.98 લાખની કિંમતે ઉપલબ્ધ છે. તે જ સમયે, Hyundai Cretaનું બેઝ મોડલ રૂ. 10.87 લાખ શોરૂમમાં ઉપલબ્ધ છે. થારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 226 mm છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શન ઉપલબ્ધ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube